Home /News /business /

એક રૂપિયે લીટર Petrol! પેટ્રોલ પંપ પર લાગી લાઈનો, પોલીસ બોલાવવી પડી

એક રૂપિયે લીટર Petrol! પેટ્રોલ પંપ પર લાગી લાઈનો, પોલીસ બોલાવવી પડી

પેટ્રોલ ખરીદવા લાઈનો લાગી.

Petrol Price Maharashtra: મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક પેટ્રોલ પંપ માલિકે 14મી એપ્રિલના રોજ એક રૂપિયે લીટર પેટ્રોલ આપ્યું. સસ્તું પેટ્રોલ લેવા લોકોએ સવારથી જ લાઈનો લગાવી. પરિસ્થિતિ વણસી જતાં પોલીસ બોલાવવી પડી.

    મુંબઈ: આખા દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol-Diesel price) આસમાનને સ્પર્શી રહી છે. લગભગ દરેક રાજ્યમાં પેટ્રોલની કિંમત (Petrol price in Maharashtra) 100 રૂપિયાને પાર ચાલી ગઈ છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં ગઈકાલે એટલે કે 14મી એપ્રિલના રોજ એક પેટ્રોલ પંપ પર એક રૂપિયે લીટર પેટ્રોલ વેચવામાં આવ્યો હતું. આ પેટ્રોલ પંપ સોલાપુર જિલ્લા (Solapur district)માં આવેલો છે. એક લીટર રૂપિયા પેટ્રોલ ખરીદવા માટે અહીં લાઈનો લાગી ગઈ હતી. એક રૂપિયે લીટર પેટ્રોલની જાહેરાત બાદ પરિસ્થિતિ એટલી વણસી કે પોલીસને બોલાવવી પડી હતી.

    આંબેડકર જયંતિ પ્રસંગે વેચવામાં આવ્યું પેટ્રોલ


    હકીકતમાં ગઈકાલે 14મી એપ્રિલના રોજ આંબેડકર જયંતિ (Ambedkar Jayanti) પ્રસંગે એક રૂપિયે લીટર પેટ્રોલ વેચવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન રાહુલ સર્વોગડે કર્યું હતું. રાહુલ સર્વોગડેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "આજે પેટ્રોલ-ડીઝલની કિંમત 110 રૂપિયાને પાર ચાલી ગઈ છે. અમે મોદી સરકારના આ પગલાંનો વિરોધ કરવા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જંયતિ પ્રસંગે અમે ગ્રાહકોને આ નાની ઑફર આપી છે."

    વહેલા તે પહેલાના ધોરણે આપ્યું પેટ્રોલ


    રાહુલ સર્વોગડે જણાવ્યું કે, "અમે 500 લોકોને એક રૂપિયે લીટર પેટ્રોલ આપવાનો ટાર્ગેટ રાખ્યો હતો. ભારે ભીડને પગલે આ ટાર્ગેટ બપોરે જ પતિ ગયો હતો. શરત એવી હતી કે એક વ્યક્તિ એક લીટર જ પેટ્રોલ ભરાવી શકે છે. આ રીતે અમે 500 લોકોને એક રૂપિયામાં એક લીટર પેટ્રોલ આપ્યું હતું."

    સવારથી જ લાગી લાઈનો


    આ યોજનાનો લાભ લેવા માટે સવારથી જ પેટ્રોલ પંપ પર લોકોની લાઈનો લાગી હતી. અનેક લોકો પોતાની બાઇક અને મોટરસાઇકલ લઈને સવારથી જ પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા. સ્થિતિ કાબૂ બહાર જતા અહીં પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે મામલો સંભાળ્યો હતો.

    મહારાષ્ટ્રમાં પેટ્રોલની કિંમત


    મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાં પેટ્રોલની કિંમતની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા, કોલ્હાપુરમાં 121.50 રૂપિયા, નાગરપુરમાં 120.15 રૂપિયા, નાસિકમાં 120.57 રૂપિયા, પુણેમાં 120.74 રૂપિયા, થાણેમાં 120.50 રૂપિયા અને ઔરંગાબાદમાં 121.80 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો: આ સ્ટોક્સે 2022માં અત્યારસુધી આપ્યું 90%થી વધારે વળતર

    દરરોજ બદલાય છે કિંમત


    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની નવી કિંમત કરી જાહેર

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Crude oil, Diesel, Maharashtra, Petrol, મુંબઇ

    આગામી સમાચાર