સામાન્ય વ્યક્તિને વધુ એક ઝટકો - કાર ચલાવવી થઈ મોંધી, CNGના ભાવમાં વધારો કરાયો

News18 Gujarati
Updated: July 25, 2020, 6:30 PM IST
સામાન્ય વ્યક્તિને વધુ એક ઝટકો - કાર ચલાવવી થઈ મોંધી, CNGના ભાવમાં વધારો કરાયો
સીએનજીના ભાવમાં વધારો

કોરોના વાયરસની મહામારીના કારણે કંપનીઓને ખુબ મોટુ નુકશાન થઈ રહ્યું હતું, જેની ભરપાઈ માટે કંપનીએ ગ્રાહકો પર બોઝો નાખવાનો નિર્ણય લીધો

  • Share this:
મુંબઈ : દેશની પ્રમુખ સીએનજી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓમાં એક મહાનગર ગેસે CNG ગેસના ભાવમાં પ્રતિકિલો એક રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારબાદ હવે મહારાષ્ટ્રની રાજધાનીમાં એક કિલોગ્રામ સીએનજીનો ભાવ વધીને 48.95 રૂપિયા થઈ ગયો છે. કંપનીએ શનિવારે આ મામલે એક નિદેદન જાહેર કરી જાણકારી આપી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારીના કારણે કંપનીઓને ખુબ મોટુ નુકશાન થઈ રહ્યું હતું, જેની ભરપાઈ માટે કંપનીએ ગ્રાહકો પર બોઝો નાખવાનો નિર્ણય લીધો છે.

મહાનગર ગેસના નિવેદન અનુસાર, કોરોના મહામારીના કારણે સીએનજીના સેલ્સમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ડોલરના મુકાબલે રૂપિયો નબળો થવાના કારણે કંપનીને નુકશાન થઈ રહ્યું છે. આજ કારણથી અમારે સીએનજીના ભાવમાં પ્રતિકિલો ગ્રામે 1 રૂપિયાનો વધારો કરવો પડી રહ્યો છે. નવા દર આજથી જ લાગુ થશે.

આ પણ વાંચોચેતવણી! વધારે મોબાઈલ ચલાવવાથી મહિલાની હાલત ખરાબ, કપાવવો પડ્યો જમણો હાથ

મહાનગર ગેસના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સીએનજીના ભાવને રિવાઈઝ કર્યા બાદ હવે મુંબઈમાં એક કિલોગ્રામ સીએનજીનો ભાવ 48.95 રૂપિયા પર પહોંચી ગયો છે. જોકે, પેટ્રોલ અને ડિઝલની તુલનામાં આ ભાવ હજુ ઘણો ઓછો છે. એક અનુમાન અનુસાર, એક કિલો સીએનજી ખરીદવા પર પેટ્રોલની તુલનામાં 60 ટકાનો અને ડિઝલની તુલનામાં 39 ટકાની બચત થશે.
માંગમાં રિકવરી
ગત અટવાડીએ મહાનગર ગેસના સીએફઓ એસએમ રનાડેએ CNBC-TV18 સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, કોવિડ-19ના કારણે માર્ચ, એપ્રિલ અને મે મહિનાનો બિઝનેસ ખુબ નુકશાનવાળો રહ્યો. જોકે, હવે વોલ્યુમમાં તેજી જોવા મળી રહી છે. જુલાઈમાં આ ઈન્ડસ્ટ્રીયલ વોલ્યુમના 80થી 90 ટકાના સ્તર પર પહોંચી ગયો છે. જોકે, આ દરમિયાન તેમમે કંપનીના રેવન્યુ વિશે ખાસ કોઈ જાણકારી આપી નથી. જૂનથી રિકવર શરૂ થઈ છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ડોમેસ્ટિક કન્જ્યુમર કેટેગરીમાં હવે અમે જાન્યુઆરી અને ફેબ્રુઆરી જેવા સાાન્ય સમયની તુલનામાં સારી કરી રહ્યા છીએ.
Published by: kiran mehta
First published: July 25, 2020, 6:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading