કથિત રીતે ગાંજાની તસ્કરી મામલે Amazonના અધિકારીઓ ઉપર કેસ દાખલ

પ્રતિકાત્મક તસવીર

Amazon madhya pradesh news: ઈ કોમર્સ નેટવર્કના (E-commerce network) માધ્યમથી કથિત રીતે ગાંજાની તસ્કરીના મામલામાં તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. સત્તાવાર જાહેરાત અનુસાર એનડીપીએસ અધિનિયમનો આ મામલો નોંધવામાં આવ્યો છે.

 • Share this:
  ભોપાલઃ મધ્યપ્રદેશના (Madhya pradesh) ભિંડ જિલ્લાની પોલીસે હવે કથિત તસ્કરીના સિલસિલમાં Amazon ઈન્ડિયાના કાર્યકારી નિર્દેશકોની (Executive directors) સામે ફરિયાદ (FIR) નોંધી છે. ઈ કોમર્સ નેટવર્કના (E-commerce network) માધ્યમથી કથિત રીતે ગાંજાની તસ્કરીના મામલામાં તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. સત્તાવાર જાહેરાત અનુસાર એનડીપીએસ અધિનિયમનો આ મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસે એમેઝોન તરફથી દાખલ એક જવાબમાં વિરોધાભાસ મળ્યો છે. પોલીસે એમેઝોન વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા છે.

  પોલીસે કર્યું કે થોડા દિવસ પહેલા રસ્તાની નજીક ઢાબા ચલાવનારા સૂરજ અને બિજેન્દ્ર સિંહ તોમરની 20 કિલો ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ ગાંજો કથિત રીતે એમેઝોનના ઉપયોગ કરીને વિશાખાપટ્ટનમથી મંગાવ્યો હતો.

  ભિંડના પોલીસ અધિક્ષક મનોજ કુમાર સિંઘે જણાવ્યું હતું કે “તેઓ છેલ્લા ચાર મહિનાથી મોટા ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને માદક દ્રવ્યોનો સોર્સ કરતા હતા. છેલ્લા ચાર મહિનામાં આ જ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેમના દ્વારા લગભગ એક ટન ગાંજા પ્રાપ્ત કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન રૂ. 1.10 કરોડના વ્યવહારો થયા હતા.

  આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મિથુન રાશિના લોકો માટે આ સપ્તાહે નિર્ણયો લેવા જોખમી, જાણો રાશિફળ

  ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ પણ કહ્યું કે આ ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું, “ઓનલાઈન વ્યવસાયો માટે કોઈ માર્ગદર્શિકા નથી. MP માટે માર્ગદર્શિકા બનાવશે. એમેઝોનને ફોન કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ સહકાર આપતા નથી. અમે તેમને લાવીશું. હું એમેઝોનના MD-CEOને સહકાર આપવા અપીલ કરું છું, અન્યથા અમે કાર્યવાહી શરૂ કરીશું.

  આ પણ વાંચોઃ-પાવાગઢ શક્તિપીઠમાં એક કિલો સોનાનું છત્ર અને 1.11 કરોડનું દાન, 225 જેટલી વાનગીઓ સાથે ભવ્ય અન્નકૂટ

  એસપી સિંહે જણાવ્યું કે 13 નવેમ્બરના રોજ ગ્વાલિયરના રહેવાસી બિજેન્દર તોમર અને સુરત ઉર્ફે કલ્લુ પાવૈયા પાસેથી 21.7 કિલો ગાંજા રિકવર કર્યા બાદ ભીંડ જિલ્લાના ગોહાડ પોલીસ સ્ટેશનમાં NDPS હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ લોકોની પૂછપરછ કર્યા બાદ ગ્વાલિયરના રહેવાસી મુકુલ જયસ્વાલ અને ખરીદનાર ચિત્રા બાલ્મિકીની ધરપકડ કરવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ વૃદ્ધને સજાતીય સંબંધોનો શોખ ભારે પડ્યો, હત્યાનો આરોપીએ પોલીસને જણાવ્યો આખો સીલસીલો

  “આ પછી, તપાસમાં એ વાત સામે આવી છે કે પવૈયા અને જયસ્વાલે બાબુ ટેક્સ નામની કંપની બનાવી અને તેને અમેઝોન પર સેલર તરીકે રજીસ્ટર કરી. આ પછી તેણે વિશાખાપટ્ટનમથી દેશભરમાં સ્ટીવિયાના નામે ગાંજાનો સપ્લાય કર્યો.
  Published by:ankit patel
  First published: