Home /News /business /

VIDEO: ઉડાન યોજના, સ્વદેશી વિમાનને મળી મંજૂરી, કરી શકશો હવે સસ્તી મુસાફરી

VIDEO: ઉડાન યોજના, સ્વદેશી વિમાનને મળી મંજૂરી, કરી શકશો હવે સસ્તી મુસાફરી

માત્ર ભારતીય જ નહીં પરંતુ દુનિયાભરમાં કેટલીએ સેનાઓ ઉપયોગ કરે છે...

માત્ર ભારતીય જ નહીં પરંતુ દુનિયાભરમાં કેટલીએ સેનાઓ ઉપયોગ કરે છે...

ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના વિમાન Dornier-228ને યાત્રીઓની સેવા માટે ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. ડોર્નિયર પહેલુ મેડ ઈન ઈન્ડીયા વિમાન છે. આને માત્ર ભારતીય જ નહીં પરંતુ દુનિયાભરમાં કેટલીએ સેનાઓ ઉપયોગ કરે છે.

મોદી સરકારની ઉડાન યોજનામાં ડોર્નિયરની યાત્રા સેવા ખુબ મહત્વની સાબિત થશે. આનાથી માત્ર વિસ્તારોની કનેક્ટિવિટી નહીં વધે, પરંતુ દેશના લોકોને સસ્તી હવાઈ સેવા પણ મળશે. આ નાના શહેરોમાં હવાઈ સેવાને વદારવા ઉપયોગમાં આવશે. આ યોજનામાં 500 કિમી સુધીની હવાઈ સેવાનો ભાવ રૂ. 2500 હશે.



HAL કાનપુરે ભારતીય સેના અને કોસ્ટગાર્ડને 125 વિમાન ડિલિવર પણ કરી દીધા છે. હવે ડોર્નિયર પૂરી રીતે ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે.

19 સીટોવાળુ છે આ વિમાન, આ વિમાન 448 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. એકવાર ટેંક ફૂલ કરાવ્યા બાદ 700 કિમીનું અંતર કરી શકે છે. મહત્વની વાત એ છે કે આ વિમાન ગમે તે ઋતુમાં અને રાત્રે પણ ઉડાન ભરવામાં સક્ષમ છે. આની આવી ક્ષમતાને લઈ કેટલાએ દેશોની સેનાઓ આનો ઉપયોગ કરે છે.

HAL કાનપુર પાસે હાલમાં 63 ડોર્નિયર તૈયાર છે. તેને એરલાયન્સ દ્વારા તત્કાલીન ઉપયોગમાં લાવી શકે છે. એચેએેલના ડાયરેક્ટર ટી સુવર્ણા રાજુના જણાવ્યા અનુસાર એયર ઈન્ડીયાએ 20 ડોર્નિયર વિમાન ખરીદવાની ઈચ્છા જાહેર કરી છે.
First published:

Tags: Civilian, Dornier-228, Made in india, Plane, ફ્લાઇટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन