'MA ઇંગ્લિશ ચાવાળી': આટલું ભણી છતાં ન મળી નોકરી, યુવતી શરુ કરી ચાની લારી

પ્રતિકાત્મક તસવીર

business story: ટુકટુકી દાસે (Tuktuki Das) ઉત્તર 24 પરગણાના હાવડા સ્ટેશન (Howrah station)પર ચાની દુકાન ખોલી. તેણે દુકાનનું નામ 'એમએ અંગ્રેજી ચાયવાલી' (ma english chaiwali) રાખ્યું. ટુકટુકીના પિતા વાન ડ્રાઈવર છે.

 • Share this:
  કોલકાત્તાઃ કોલકાત્તાની (Kolkata) ટુકટુકી દાસના (Tuktuki Das) માતા પિતા હંમેશા તેને કહેતા હતા કે તે સારું ભણશે તો તે એક દિવસ આસમાને પહોંચશે. તેઓ તેને શિક્ષક (teacher) બનાવવા માંગતા હતા. આ માટે તેણે સંપૂર્ણ મહેનતથી અભ્યાસ કર્યોહતો. પરીક્ષાઓમાં સારું પ્રદર્શન પણ કર્યું ઇંગ્લિશમાં એમએની ડિગ્રી (MA english digree) પણ મેળવી. આમ છતાં તેમને નોકરી ન મળી શકી. તેણે અનેક પરીક્ષાઓ આપી હતી. સફળ થવા માટે બધું જ કર્યું પરંતુ સફળ થઈ નહીં અને ટુકટુકી દાસે ચા વેચવાનું શરું કર્યું હતું.

  ટુકટુકી દાસે ઉત્તર 24 પરગણાના હાવડા સ્ટેશન પર ચાની દુકાન ખોલી. તેણે દુકાનનું નામ 'એમએ અંગ્રેજી ચાયવાલી' રાખ્યું. ટુકટુકીના પિતા વાન ડ્રાઈવર છે. તેની માતાની કરિયાણાની નાની દુકાન છે. પહેલા તો બંને ટુકટુકીના આ નિર્ણયથી ખુશ ન હતા. આ હોવા છતાં, ટુકટુકી આ યોજનાને પૂર્ણ કરવા માટે મક્કમ હતી. તે ઈન્ટરનેટ પર 'MBA ચાયવાલા' વિશે વાંચીને પ્રેરિત થઈ હતી.

  તેણે ન્યૂઝ18ને કહ્યું, 'હું માનું છું કે કોઈ પણ કામ નાનું નથી હોતું. તેથી જ મેં પણ એમબીએ ચાયવાલાની જેમ મારી પોતાની ચાની દુકાન ખોલવાનું નક્કી કર્યું. શરૂઆતમાં, આ માટે સ્થાન મેળવવું મુશ્કેલ હતું, પરંતુ પછી હું તેમાં સફળ રહી હતી.. હવે હું ચા અને નાસ્તો વેચું છું.

  આ પણ વાંચોઃ-પતિને વારંવાર મળતું હતું પ્રમોશન, પત્નીએ સાચું સિક્રેટ જણાવ્યું, જાણીને તમે પણ ચોંકી જશો

  મેં દુકાનનું નામ રાખ્યું છે કારણ કે હું એમ.એ. ટુકટુકી દાસ એ જ વિચાર સાથે આગળ વધી રહ્યા છે કે કોઈ પણ કામ નાનું નથી. તેનું સપનું છે કે તે પોતાનો બિઝનેસ વધુ વધારશે. તેના પિતા પ્રશાંતો દાસે કહ્યું, "શરૂઆતમાં અમે આ નિર્ણયથી ખુશ ન હતા.

  આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ ફરી hit and run!બેસતા વર્ષે જ બાઈક અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓના મોત, ખુશી માતમમાં ફેરવાઈ

  તે શિક્ષક બનશે એવી આશા સાથે અમે તેને ભણાવ્યું. પણ તેણે ચાની દુકાન ખોલી. પછી મેં વિચાર્યું કે આત્મનિર્ભર બનવાનો આ તેમનો નિર્ણય છે તો સારું છે.ટુકટુકીની દુકાને ચા પીવા જતા લોકો દુકાનના નામથી આકર્ષાય છે. સ્ટેશન પરના ઘણા મુસાફરો તેના આત્મનિર્ભરતાના સૂત્ર સાથે સંમત છે.

  આ પણ વાંચોઃ-5 સ્ટાર હોટલમાં મહિલાએ રૂમ બૂક કરાવ્યો, અંધારામાં મહિલાના થયા બુરા હાલ, લાઈટ કરીને જોયું તો ચોંકી ગઈ

  તે એમ પણ માને છે કે ટુકટુકીની વાર્તા દેશના અન્ય લાયક યુવાનો માટે પ્રેરણા બની શકે છે જેઓ પોતાના માટે નોકરીઓ સુરક્ષિત કરી શકતા નથી.
  Published by:ankit patel
  First published: