રે બેકારી! સ્વિપરની 14 જગ્યા માટે M.Tech, B.Tech, MBA ઉમેદવારોએ અરજી કરી
આ જગ્યા માટે કોઈ જ શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી ન હતી, કુલ 4600 જેટલી અરજીઓ મળી.
News18 Gujarati
Updated: February 6, 2019, 9:39 AM IST
News18 Gujarati
Updated: February 6, 2019, 9:39 AM IST
ચેન્નાઇ : દેશમાં બેરોજગારીએ કેવી માઝા મૂકી છે તેનો અંદાજ ચેન્નાઈમાં સ્વીપરની ભરતી માટે આવેલી અરજીઓ પરથી લગાવી શકાય છે. તામિલનાડુ સચિવાલય ખાતે સ્વિપર તેમજ સેનિટરી કામ માટે ફક્ત સ્નાતક કે અનુસ્નાતકો જ નહીં પરંતુ M.Tech, B.Tech, MBA જેવી પ્રોફેસનલ ડીગ્રી ધરાવતા લોકોએ પણ ઉમેદવારી નોંધાવી છે.
સ્વીપર (10 પોસ્ટ) અને સેનિટરી (4 પોસ્ટ)ની જગ્યા માટે લાઇનો લગાવનાર ઉમેદવારોમાં ડિપ્લોમાની ડીગ્રી ધરાવતા ઉમેદવારો પણ છે.
26મી સપ્ટેમ્બરના રોજ સચિવાલય તરફથી 14 પોસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી હતી.
આ માટે શારીરિક રીતે સક્ષમ હોય તેવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ રાખવામાં આવી હતી. આ પોસ્ટ માટે કોઈ જ શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી ન હતી.આ પણ વાંચો : દેશમાં પાછલા 45 વર્ષમાં સૌથી ઊંચી બેરોજગારી 2017-18માં હોવાનો અહેવાલ
આ માટે સચિવાલયને કુલ 4,607 અરજી મળી હતી. વ્યક્તિગત અરજી તથા એમ્પ્લોયમેન્ટ એક્ચેન્જ તરફથી આ અરજીઓ મળી હતી. આ પોસ્ટ માટે 677 ઉમેદવારોની અરજી રદ કરવામાં આવી હતી. બાકીના ઉમેદવારોને પોસ્ટ માટે લાયક ગણવામાં આવ્યા હતા.

Loading...