Home /News /business /UP ઈન્વેસ્ટર્સ સમિટ: મોદીએ કહ્યું, UP સુપરહીટ પર્ફોમન્સ માટે તૈયાર

UP ઈન્વેસ્ટર્સ સમિટ: મોદીએ કહ્યું, UP સુપરહીટ પર્ફોમન્સ માટે તૈયાર

ઉત્તરપ્રદેશની પ્રજાને શુભેચ્છા પાઠવું છું કે, તે પોતાના ઉત્તરપ્રદેશને આટલા ઓછા સમયમાં સમૃદ્ધિ અને વિકાસના રસ્તા પર લી આવી રહ્યું છે...

ઉત્તરપ્રદેશની પ્રજાને શુભેચ્છા પાઠવું છું કે, તે પોતાના ઉત્તરપ્રદેશને આટલા ઓછા સમયમાં સમૃદ્ધિ અને વિકાસના રસ્તા પર લી આવી રહ્યું છે...

  UP ઈન્વેસ્ટર્સ સમિટનું પીએમ નરેન્દ્ર મોદીએ રીબિન કાપી અને બટન દબાવી ઉદ્ધાટન કર્યું. આ સમિટમાં UP સીએમ યોગી આદિત્યનાથ સહિત દેશભરના મોટા ઉદ્યોગપતિ પણ હાજર રહ્યા છે. UP ઈન્વેસ્ટર્સ સમિટ બે દિવસ ચાલશે, આમાં રોકાણકારોના મહાકુંભથી ઉત્તરપ્રદેશની આર્થિક સ્થિતિ સુધારવા, ખેડૂતોની આવક બે ગણી કરવા અને યુવાનને રોજગારી અપાવવા માટે ઉદ્યોગપતિ અને વેપારીઓનો મહાકુંભ રાખવામાં આવ્યો છે.

  UP ઈન્વેસ્ટર્સ સમિટને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હવે ઉત્તરપ્રદેશ સુપરહીટ પર્ફોમન્સ માટે તૈયાર છે. એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીશું કે, જે ઉત્તરપ્રદેશને 21મી સદીની ઊંચાઈ તરફ લઈ જશે. અગામી વર્ષના શરૂઆતમાં પ્રયાગમાં કુંભનું આયોજન પણ કરવામાં આવશે. પૂરા વિશ્વમાં આ એક સૌથી મોટુ આયોજન હશે.  પીએમ મોદીએ કહ્યું કે, આજે હું એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવા જઈ રહ્યો છે. આ વર્ષે બજેટમાં પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે, દેશમાં બે ડિફેંશ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર્સનું નિર્માણ કરવામાં આવશે. તેમાંથી એક યુપીમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યું છએ. બુંદેલખંડના વિકાસને વિશેષરીતે ધ્યાનમાં રાખી, હવે એ નક્કી કરવામાં આવ્યું છે કે, યુપીમાં ડિફેંશ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરનો વિસ્તાર આગરા, અલીગઢ, લખનઉ, કાનપુર, ઝાંસી અને ચિત્રકૂટ સુધી હશે.

  પીએમએ કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં કૃષી ઉત્પાદન અને કૃષી અપશિષ્ટથી ધનની અપાર સંભાવના છે. ખાસકરીને શેરડીના ઉત્પાદનમાં યૂપી સૌથી આગળ રહેતા અહીં ઈથેનોલ પ્રોડક્શનની ઘણી સંભાવના છે. ખેતી સાથે જોડાયેલ એક મોટો પડકાર છે, ખેતરથી લઈ બજાર સુધી પહોંચવા સુધીમાં પાક અને ફળ-શાકભાજી ખરાબ થઈ જતી હોય છે. પાક-ફળ-શાકભાજીની બર્બાદી ઓછી કરવા માટે કેોન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ તમામ સપ્લાય ચેન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકરમ કરવામાં આવશે.  પીએમ મોદીએ કહ્યું કે, એક જીલ્લા એક ઉત્પાદન યોજનાને વધારે લાભ આપવામાં આવશે. કેન્દ્ર સરકારના સ્કીલ ઈન્ડીયા મિશનથી. સ્ટેંડપ ઈન્ડીયા - સ્ટાર્ટ અપ ઈન્ડીયા મિશન... આ સિવાય સૌથી મોટો લાભ મલશે પ્રધાનમંત્રી મુદ્દા યોજનાના માધ્યમથી. યૂપીની અર્થવ્યવસ્થામાં સુક્ષ્મ-લઘુ અને મધ્યમ ઉદ્યોગ - જેને આપણે MSME ઉદ્યોગ કહીએ છીએ, તેનું મોટું યોગદાન છે. એગ્રીકલ્ચર બાદ MSME સેક્ટરમાં રોજગારીના ઘણા અવસર છે. મને એ જાણીને આનંદ ચે કે, ઉત્તર પ્રદેશ સરકારે આ મહત્વપૂર્ણ તથ્યને ધ્યાનમાં રાખી એક જીલ્લા એક ઉત્પાદન યોજના શરૂ કરી છે.

  પીએમ મોદીએ કહ્યું કે, મે પહેલા પણ કહ્યું હતું કે, Potential + Policy + Planning+ Performance થી જ Progress આવે છે. હવે યૂપી પણ Super-Hit Performance આપવા તૈયાર છે.  પીએમ મોદીએ છેલ્લે કહ્યું કે, યૂપીમાં ઔદ્યોગીક રોકાણને રોજગારના અવસર સાથે જોડવાના નિતિગત નિર્ણય લેવામાં આવી રહ્યા છે. યોગીજીની સરકાર દ્વારા અલગ-અલગ સેક્ટર માટે અલગ-અલગ યોજના બનાવી કામ કરવામાં આવી રહ્યું છે. યોગી સરકાર એકદમ ગંભીરતાથી ખેડૂત, મહિલાઓ, યુવાન લોકોને કરેલા વાયદા પુરી કરી રહી છે. હું યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, મંત્રીમંડળના તેમના સહયોગીઓ, અહીંની બ્યુરોક્રેસી, અહીંની પોલીસ અને ઉત્તરપ્રદેશની પ્રજાને શુભેચ્છા પાઠવું છું કે, તે પોતાના ઉત્તરપ્રદેશને આટલા ઓછા સમયમાં સમૃદ્ધિ અને વિકાસના રસ્તા પર લી આવી રહ્યું છે. નકારાત્મક ભરેલા માહોલથી રાજ્યને સકારાત્મક તરફ લાવવું, હતાશા-નિરાશા અલગ કરી આશાનું કિરણ જગાડવાનું કામ યોગી સરકારે કર્યું છે.

  Published by:kiran mehta
  First published:

  Tags: Inauguration, Live, Lucknow

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन