LPG રસોઈ ગેસ સિલિન્ડરની પરેશાનીને લઈ IOCનું નિવેદન, ગ્રાહકો માટે ઉઠાવ્યા મોટા પગલા

News18 Gujarati
Updated: March 25, 2020, 8:54 PM IST
LPG રસોઈ ગેસ સિલિન્ડરની પરેશાનીને લઈ IOCનું નિવેદન, ગ્રાહકો માટે ઉઠાવ્યા મોટા પગલા
પ્રતિકાત્મક તસવીર

આ દરમિયાન લોકોને રસોઈ ગેસ (kitchen Gas)ની કોઈ પરેશાની ન થાય તે માટે આઈઓસી તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું

  • Share this:
નવી દિલ્હી : દેશની સૌથી મોટી એલપીજી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપની ઈન્ડિયન ઓઈલે (IOC) કહ્યું કે, પરેશાન થવાની જરૂરત નથી કંપની લોકડાઉનની સ્થિતિમાં પણ બધાને સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત 3-4 દિવસમાં નોર્ત ઈસ્ટ સાથે-સાથે દેશના કેટલાએ વિસ્તારમાં કોરોના વાયરસ(Corona Virus)ના કારણે લોકડાઉન થવાના સમાચાર વચ્ચે એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની ખરીદી પણ ઝડપથી વધી ગઈ છે.

કોરોના વાયરસના ચાલતા પૂરા દેશમાં 21 દિવસનું લોકડાઉન (Lockdown) કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન લોકોને રસોઈ ગેસ (kitchen Gas)ની કોઈ પરેશાની ન થાય તે માટે આઈઓસી તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કંપની ઝડપથી પ્રોડક્શન વધારી રહ્યું છે.

આગામી કેટલાક દિવસમાં તેની અસર જોવા મળશે. ગ્રાહકો દ્વારા ઓનલાઈન બુકિંગ Online Booking કરાવવાથી તેમના ઘરના દરવાજા પર ગેસની ડિલવરી  (Gas Delivery) મળશે. સાથે જે લોકો પાસે કનેક્શન નથી તેમને 5 કિલોનો એફટીએલ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ક્યાંથી ખરીદી શકો છો સિલિન્ડર - આઈઓસીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, ગ્રાહક પોતાના શહેરમાં ઈન્ડિયનના કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી 5 કિલોનો રસોઈ ગેસ સિલિન્ડર ખરીદી શકે છે, તે પણ ઓન ધ સ્પોટ.

એડ્રેસ પ્રૂફની જરૂરત નથી - કંપની અનુસાર, ગ્રાહક ઈન્ડેનના કોઈ પણ સેલિંગ પોઈન્ટ પરથી 5 કિલોનો રસોઈ ગેસ સિલિન્ડર ખરીદવા માટે એડ્રેસ પ્રૂફની જરૂરત નથી. માત્ર પૈસા આપો અને ગેસ લઈ જાઓ.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर