Home /News /business /LPG Gas Cylinder: 50 રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર, આજથી નવી કિંમત લાગુ

LPG Gas Cylinder: 50 રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર, આજથી નવી કિંમત લાગુ

એલપીજી ગેસ સિલિન્ડર

14.2 કિલોગ્રામ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થતા હવે તેની કિંમત 776 રૂપિયા થઈ

નવી દિલ્હી. 2021નું વર્ષ ભારતીયો માટે આર્થિક રીતે ખૂબ કપરું જઈ રહ્યું છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો (Petrol Diesel Price Hike) જોવા મળી રહ્યો છે તો બીજી તરફ એલપીજી રાંધણ ગેસ (LPG Cylinder)માં પણ સોમવારે ફરી ભાવવધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવથી પરેશાન જનતાને બીજો આંચકો ગેસ સિલિન્ડરના ભાવોએ આપ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓએ LPG Cylinderની કિંમતમાં સીધા 50 રૂપિયાનો વધારો કરી દીધો છે. તેને રવિવાર રાત્રે 12 વાગ્યાથી લાગુ કરી દેવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામ ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 769 રૂપિયા હશે.

ગેસ સિલિન્ડરનો ભાવ ફેબ્રુઆરીમાં બીજી વાર વધારવામાં આવ્યો છે. આ પહેલા 4 ફેબ્રુઆરીએ સબ્સિડી વગરનો સિલિન્ડર 25 રૂપિયા મોંઘો થયો હતો. એટલે કે ફેબ્રુઆરીમાં જ ઘરેલુ ગેસની કિંમતમાં 75 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે.

ડિસેમ્બરમાં પણ બે વાર વધ્યા હતા ભાવ

જાન્યુઆરીમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPGની કિંમતમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. જોકે ડિસેમ્બરમાં બે વાર 50-50 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નહતો થયો, જોકે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 191 રૂપિયાનો વધારો થયો હતો.

આ પણ વાંચો, જરૂરી સમાચાર- આજથી વાહનો પર FASTag થયું અનિવાર્ય, નહીં હોય તો થશે દંડ, જાણો તેના વિશે બધું જ

કોમર્શિયલ ગેસનો ભાવ શું છે?

નોંધનીય છે કે, દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર થાય છે. આ વખતે માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 191 રૂપિયાનો વધારો થયો હતો. આ ભાવવધારાની સાથે દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ 1533 રૂપિયા, કોલકાતામાં 1598.50 રૂપિયા, મુંબઈમાં 1482.50 રૂપિયા અને ચેન્નઈમાં 1649 રૂપિયા થઈ ગયો હતો. પરંતુ ઘરેલુ ગેસના ભાવમાં ફેરફાર નહોતો કરવામાં આવ્યો.

આ પણ વાંચો, Petrol Diesel Price: સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો આપના શહેરના Rates
" isDesktop="true" id="1072273" >

દેશમાં LPGની પહોંચ લગભગ 99.5 ટકા ભાગ સુધી થઈ ગઈ છે. દેશમાં એલપીજીના લગભગ 28.9 કરોડ કન્ઝ્યૂમર થઈ ગયા છે. જોકે જાન્યુઆરી મહિનામાં એલપીજીની કિંમતમાં કોઈ વધારો નહોતો કરાયો પરંતુ ડિસેમ્બરમાં બે વાર વધારો થવાના કારણે દિલ્હીમાં એલપીજીનો ભાવ 100 રૂપિયા પ્રતિ સિલિન્ડર સુધી વધી ગયો હતો. ફેબ્રુઆરી 2021માં 50 રૂપિયા વધી જવાથી ગ્રાહકોના ઘરેલુ બજેટ પર મોટો આંચકો લાગ્યો છે.
First published:

Tags: BPCL, Business news, Gas cylinder, Hpcl, Iocl, LPG, અમદાવાદ, ગુજરાત, દિલ્હી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો