નવી દિલ્હીઃ ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર મહિનામાં પણ LPG રાંધણ ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder Price 01 September 2020)ના ભાવમાં મોટી રાહત મળી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (HPCL, BPCL, IOC) LPG રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સબ્સિડી વગરના સિલિન્ડરનો ભાવ 594 રૂપિયા પર સ્થિર છે. અન્ય શહેરોમાં પણ સિલિનડરના ભાવ સ્થિર છે. જોકે, 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ઘટાડો આવ્યો છે. IOCની વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવ મુજબ, દિલ્હીમાં 19 કિલોગ્રામવાળો સિલિન્ડર 2 રૂપિયા સુધી સસ્તો થઈ ગયો છે.
નોંધનીય છે કે, આ પહેલા જુલાઈ મહિનામાં 14 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલેન્ડરનો ભાવ 4 રૂપિયા સુધીનો ભાવ વધી ગયો હતો. જૂનમાં દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરનો સિલિન્ડર 11.50 રૂપિયા મોંઘો થયો હતો. જ્યારે મે મહિનામાં 162.50 રૂપિયા જેટલો સસ્તો થયો હતો.