Lockdown 5.0: સામાન્ય જનતાને લાગ્યો મોટો આંચકો, 110 રૂપિયા મોંઘો થયો LPG સિલિન્ડર

લૉકડાઉન 5.0ના પહેલા જ દિવસે જ સબ્સિડી વગરના LPG રાંધણ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો ઝીંકાયો

લૉકડાઉન 5.0ના પહેલા જ દિવસે જ સબ્સિડી વગરના LPG રાંધણ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો ઝીંકાયો

  • Share this:
    નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ના પ્રસારને રોકવા માટે લાગુ લૉકડાઉન 5.0ના પહેલા જ દિવસે સામાન્ય જનતાને મોટો આંચકો લાગ્યો છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (HPCL,BPCL, IOC)એ સબ્સિડી વગરના એલપીજી રાંધણ ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder)ના ભાવોમાં વધારાની જાહેરાત કરી છે. 14.2 કિલોગ્રામ વાળા સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 11.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર મોંઘો થઈ ગયો. હવે નવા ભાવ વધીને 593 રૂપિયા થઈ ગયો છે. બીજી તરફ 19 કિલોગ્રામ વાળા સિલિન્ડરનો ભાવ 110 રૂપિયા વધીને 1139.50 રૂપિયા થઈ ગયો છે.

    - IOCની વેબસાઇટ પર મૂકવામાં આવેલા ભાવ મુજબ, હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ વધીને 593 રૂપિયા થઈ ગયો છે જે 581.50 રૂપિયા હતો.

    - બીજી તરફ, કોલકાતામાં 616.00 રૂપિયા, મુંબઈમાં 590.50 રૂપિયા અને ચેન્નઈમાં 606.50 રૂપિયા ભાવ થઈ ગયો છે જે ક્રમશઃ 584.50 રૂપિયા, 579.00 રૂપિયા અને 569.50 રૂપિયા હતો.



    આ પણ વાંચો, ચીનની ભારતને ખુલી ચેતવણીઃ US સાથે ચાલી રહેલા વિવાદથી દૂર રહો, નહીં તો બરબાદ થઈ જશો

    19 કિલોગ્રામ LPG રાંધણ ગેસ સિલિન્ડર આટલો થયો મોંઘો

    - 19 કિલોગ્રામ વાળા એલજી રાંધણ ગેસ સિલિન્ડરના ભાવોમાં પણ વધારો નોંધાયો છે જે પહેલી જૂનથી લાગુ થઈ રહ્યો છે. દિલ્હીમાં 19 કિલોગ્રામનો સિલિન્ડર 110 રૂપિયા મોંઘો થયો છે. આ પહેલા ગેસ સિલિનડરનો ભાવ 1029.50 રૂપિયા હતો જે પહેલી જૂનથી વધીને 1139.50 રૂપિયા થઈ ગયો છે.

    - આવી જ રીતે કોલકાતામાં તેના ભાવ વધીને 1193.50 રૂપિયા, મુંબઈમાં 1087.50 રૂપિયા અને ચેન્નઈમાં 1254.00 રૂપિયા પર આવી ગયો છે.

    આ પણ વાંચો, રિલાયન્સની આલોક ઇન્ડસ્ટ્રીઝ 33 ટકાના ખર્ચે કરી રહી છે PPE કિટનું ઉત્પાદન
    Published by:Mrunal Bhojak
    First published: