મોટી ખુશખબર! આટલા રૂપિયા સસ્તો થયો LPG રસોઈ ગેસ, ફટાફટ ચેક કરો નવી કિંમત

News18 Gujarati
Updated: April 1, 2020, 6:32 PM IST
મોટી ખુશખબર! આટલા રૂપિયા સસ્તો થયો LPG રસોઈ ગેસ, ફટાફટ ચેક કરો નવી કિંમત
LPG ગેસના ભાવ ઘટ્યા

એપ્રિલ મહિનાની પહેલી તારીખ સામાન્ય વ્યક્તિ માટે મોટો ખુશખબર લઈને આવી છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી રસોઈ ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder)ની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી

  • Share this:
નવી દિલ્હી : એપ્રિલ મહિનાની પહેલી તારીખ સામાન્ય વ્યક્તિ માટે મોટો ખુશખબર લઈને આવી છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL,BPCL, IOC)એ સબસિડી વગરના એલપીજી રસોઈ ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder)ની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. 14.2 કિલોગ્રામવાળા સબસિડી વગરના એએનપીજી સિલિન્ડના ભાવ દિલ્હીમાં 61.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર સસ્તા થયા છે. હવે નવી કિંમત ઘટીને 744 રૂપિયા પર આવી ગઈ છે.

તમને જણાવી દઈએ કે, સરકારે 31 માર્ચે દેશમાં ઉત્પાદિત નેચરલ ગેસના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. કિંમતોમાં 26 ટકાનો મોટો ઘટાડો કર્યો છે. નેચરલ ગેસ(Natural Gas)ના ભાવ ઘટવાથી સીએનજી(CNG), પાઈપ દ્વારા ઘર સુધી પહોંચાડવામાં આવતા ગેસ(PNG)ના ભાવ પણ ઓછા થશે, પરંતુ તેનાથી ઓએનજીસી (ONGC ) જેવી ગેસ ઉત્પાદક કંપનીઓના રાજસ્વમાં ભારે ઘટાડો થવાની આશંકા છે.

ફટાફટ ચેક કરો નવા ભાવ - IOCની વેબસાઈટ પર આપવામાં આવેલા ભાવ અનુસાર, હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબસિડી વગરના રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 744 રૂપિયા થઈ ગઈ છે, જે 805.50 રૂપિયા હતી.

- તો કોલકાતામાં 744.50, મુંબઈમાં 714.50 રૂપિયા અને ચેન્નાઈમાં 761.50 રૂપિયા થઈ ગઈ છે. જે ક્રમશ 839.50 રૂપિયા, 776.50 રૂપિયા અને 826 રૂપિયા હતી.

- 19 કિલોગ્રામ LPG રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ કટોતી કરવામાં આવી છે, જે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે. દિલ્હીમાં 19 કિલોગ્રામનો રસોઈ ગેસ સિલિન્ડર 96 રૂપિયા સસ્તો થયો છે. આ પહેલા તેની કિંમત 1381.50 રૂપિયા હતી, જે 1 એપ્રિલથી ઘટી 1,285.50 રૂપિયા પર આવી ગઈ છે.

- આજ પ્રકારે કોલકાતામાં તેની કિંમત ઘટીને 1,348.50 રૂપિયા, મુંબઈમાં 1,234.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1,402 રૂપિયા પર આવી ગઈ છે.
First published: April 1, 2020, 6:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading