LPG Price Today: જનતાને મોટો આંચકો, 25.50 રૂપિયા મોંઘો થયો ગેસ સિલિન્ડર, ફટાફટ ચેક કરો નવા ભાવ

LPG Gas cylinder price: કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં 84 રૂપિયાનો વધારો ઝીંકાયો, જાણો હવે કેટલે પહોંચ્યો ભાવ

LPG Gas cylinder price: કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં 84 રૂપિયાનો વધારો ઝીંકાયો, જાણો હવે કેટલે પહોંચ્યો ભાવ

  • Share this:
    LPG Price Today: જુલાઈ મહિનાના પહેલા જ દિવસે જનતાને મોટો આંચકો લાગ્યો છે. દરરોજ વધતાં પેટ્રોલ-ડીઝલની કિંમતો બાદ આજે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો (LPG Gas cylinder price)માં પણ વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપનીએ ઘરેલુ રાંધણ ગેસ પર 25.50 રૂપિયાનો વધારો કરી દીધો છે. બીજી તરફ, કોમર્શિયલ સિલિન્ડર (commercial gas cylinders)ની કિંમતોમાં 84 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

    આ ભાવવધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમત 834 રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત કોલકાતામાં 861 રૂપિયા, મુંબઈમાં 834.5 રૂપિયા અને ચેન્નઈમાં આ સિલિન્ડર 850 રૂપિયામાં મળી રહ્યો છે.

    આ પણ વાંચો, PPF, NSC અને સુકન્યા સમૃદ્ધિમાં નાણા રોકનારાઓ માટે મોટા સમાચાર, સરકારે કરી આ જાહેરાત

    જૂન મહિનામાં કેટલો હતો એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ?

    જૂન મહિનાની કિંમતોની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 809 રૂપિયા હતો. બીજી તરફ કોલકાતામાં 835.5 રૂપિયા, મુંબઈમાં 809 રૂપિયા અને ચેન્નઈમાં 825 રૂપિયા હતો.

    19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમત

    19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો 84 રૂપિયાના વધારા બાદ રાજધાની દિલ્હીમાં તેની કિંમત 1550 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત કોલકાતામાં 1651.50 રૂપિયા, મુંબઈમાં 1507 રૂપિયા અને ચેન્નઈમાં 1687.50 રૂપિયા થઈ ગઈ છે.

    આ પણ વાંચો, 2 મિનિટમાં કાર બની ગઈ એરક્રાફ્ટ! 8200 ફુટની ઊંચાઈ પર ભરી સફળ ઉડાન, જાણો ફ્લાઇંગ કારની ખૂબીઓ


    વોટ્સએપના માધ્યમથી રિફિલ કરાવી શકાય છે ગેસ સિલિન્ડર

    ઇન્ડેન કંપનીના કસ્ટમર LPG ગેસ સિલિન્ડરનું બુકિંગ 7718955555 પર ફોન કરીને કરાવી શકે છે. આ ઉપરાંત વોટ્સએપ પર REFILL લખીને 7588888824 પર વોટ્સએપ કરો. ગ્રાહકોને માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી જ વોટ્સએપ કરો.
    Published by:Mrunal Bhojak
    First published: