Home /News /business /નવા વર્ષની શરૂઆતમાં મધ્યમ વર્ગને ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં થયો વધારો
નવા વર્ષની શરૂઆતમાં મધ્યમ વર્ગને ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં થયો વધારો
ગૃહિણીઓને મોટો ઝટકો
LPG Price Hike: નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી, 2023ના રોજ LPGની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો અપડેટ કરવામાં આવી છે. ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. આવો જાણીએ ગેસ સિલિન્ડરની કિંમતમાં કેટલો વધારો થયો છે.
બિઝનેસ: વર્ષ બદલાયું પણ મધ્યમ વર્ગની સ્થિતિ ઠેરની ઠેર છે. મધ્યમ વર્ગીય પરિવારો પર મોંઘવારીનો માર વધતો જાય છે. વર્ષના પહેલા જ દિવસે સામાન્ય માનવીને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. બેંકિંગ સંબંધિત નિયમોથી લઈને LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેલ કંપનીઓએ રસોઈ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરી દીધો છે.
આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો છે. દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,769 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,870 રૂપિયા પર પહોંચી ગઈ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આ સિલિન્ડરની કિંમત 1,721 થઈ ગઈ છે. ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,917 રૂપિયા થઈ ગઈ છે.
1 ડિસેમ્બરના રોજ રસોઈ ગેસ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. 19 કિલોગ્રામનો ગેસ સિલિન્ડર કોમર્શિયલ હોય છે અને 14.2 કિલોગ્રામનો ગેસ સિલિન્ડર ઘરેલુ રસોઈ ગેસ હોય છે.
દર મહિને કિંમતમાં ફેરફાર થાય છે
દર મહિનાની 1 તારીખે ગેસ કંપનીઓ LPGની કિંમતમાં ફેરફાર કરે છે. નવા વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી, 2023ના રોજ LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 6 જુલાઈ 2022ના રોજ રસોઈ ગેસની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે સમયે રસોઈ ગેસની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા એક વર્ષમાં રસોઈ ગેસની કિંમતમાં રૂ. 153.5નો વધારો કરવામાં આવ્યો છે. આમ, વર્ષ 2022માં રસોઈ ગેસની કિંમતમાં ચાર વાર ફેરફાર કરવામાં આવ્યો છે.
1 જાન્યુઆરી 2023થી GST ઈ-ઈનવોઈસ અથવા ઈલેક્ટ્રોનિક બિલના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે ઈ-ઈનવોઈસ માટે 20 કરોડ રૂપિયાની સીમામાં ઘટાડો કરીને 5 કરોડ રૂપિયાની સીમા કરી દીધી છે. આ નિયમ 1 જાન્યુઆરી, 2023થી લાગુ થઈ ગયો છે. આ નિયમ લાગુ થવાથી જે વેપારીઓનો વાર્ષિક બિઝનેસ પાંચ કરોડ રૂપિયાથી વધુ હોય તે વેપારીઓને ઈલેક્ટ્રોનિક બિલ જનરેટ કરવાનું રહેશે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર