LPG Gas Cylinder: 769 રૂપિયાનો ગેસ સિલિન્ડર મળી રહ્યો છે માત્ર 69 રૂપિયામાં, આવી રીતે ઉઠાવો ઓફરનો લાભ

LPG Gas Cylinder: 769 રૂપિયાનો ગેસ સિલિન્ડર મળી રહ્યો છે માત્ર 69 રૂપિયામાં, આવી રીતે ઉઠાવો ઓફરનો લાભ
ન્યૂઝ18 ક્રિએટિવ.

હવે તમે આ 8 સ્ટેપ્સને ફોલો કરીને મોંઘા ગેસ સિલિન્ડરને માત્ર 69 રૂપિયામાં ખરીદી શકો છો!

  • Share this:
    નવી દિલ્હી. રાંધણ ગેસ સિલિન્ડર (LPG cylinder) શહેરથી લઈને ગામ સુધી દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હાલમાં જ સરકારે એલપીજીના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારબાદ સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડર (Gas cylinders)ની કિંમત વધીને 769 રૂપિયા થઈ ગઈ છે. આ મહિને ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ બીજી વાર વધારો કરાયો છે. રાંધણ ગેસના ભાવ પહેલા 25 રૂપિયા અને બાદમાં 50 રૂપિયા વધારાયો છે. પરંતુ હવે તમે આ મોંઘા સિલિન્ડરને માત્ર 69 રૂપિયામાં ખરીદી શકો છો. તો ચાલો જાણીએ કે કેવી રીતે આ ઓફરનો લાભ ઉઠાવી શકાય...

    તમે પેટીએમ (Paytm)થી પોતાનો એલપીજી સિલિન્ડર (LPG cylinder) બુક કરીને 700 રૂપિયા સુધીનો કેશબેક મેળવી શકો છો. દેશના મોટાભાગના હિસ્સામાં જ્યાં એલપીજી સિલિન્ડર સબ્સિડી બાદ 700થી 769 રૂપિયાની વચ્ચે છે, એવામાં પેટીએમ ખાસ કેશબેકનો ફાયદો ઉઠાવીને તમે તેને માત્ર 69 રૂપિયામાં ખરીદી શકો છો.



    આ પણ વાંચો, આ છે IPLમાં વેચાયેલા અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી, યુવરાજ-કમિન્સ-સ્ટોક્સ ટોપ-3માં સામેલ

    આવી રીતે ઉઠાવો ઓફરનો લાભ

    Step-1: જો આપના ફોનના Paytm App નથી તો પહેલા તેને ડાઉનલોડ કરો.
    Step-2: હવે ફોન પર પેટીએમ ખોલો.
    Step-3: ત્યારબાદ 'recharge and pay bills' પર જાઓ.
    Step-4: હવે 'book a cylinder' (બુક એ સિલિન્ડર) ઓપ્શન ખોલો.
    Step-5: ભારત ગેસ, એચપી ગેસ કે ઇન્ડેન પૈકી પોતાના ગેસ પ્રોવાઇડરની પસંદગી કરો.
    Step-6: રજિસ્ટર્ડ મોબાઇલ નંબર કે પોતાનો LPG ID નોંધાવો.
    Step-7: ત્યારબાદ આપને પેમેન્ટ ઓપ્શન જોવા મળશે.
    Step-8: હવે પેમેન્ટ કરતાં પહેલા ઓફર પર 'FIRSTLPG' પ્રોમો કોડ નાખો

    આ પણ જુઓ, OMG VIDEO: મહિલાની ઉપરથી પસાર થઈ ટ્રેન, છતાં થયો આબાદ બચાવ

    28 ફેબ્રુઆરી 2021 સુધી વેલિડ છે ઓફર

    700 રૂપિયા સુધીનું આ કેશબેક પેટીએમ એપના માધ્યમથી પહેલીવાર એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવનારા ગ્રાહકોને જ મળશે. ગ્રાહક Paytm LPG Cylinder Booking Cashbackનો લાભ 28 ફેબ્રુઆરી 2021 સુધી જ લઈ શકે છે. આ ઓફર માટે પેટીએમએ અનેક ગેસ કંપનીઓ સાથે કરાર કર્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published:February 18, 2021, 11:28 am

    ટૉપ ન્યૂઝ