Home /News /business /LPG Subsidy: ગેસ સિલિન્ડર પર કેટલા રૂપિયા અને કેવી રીતે મળશે સબ્સિડી? અહીં મેળવો તમામ જાણકારી

LPG Subsidy: ગેસ સિલિન્ડર પર કેટલા રૂપિયા અને કેવી રીતે મળશે સબ્સિડી? અહીં મેળવો તમામ જાણકારી

એલપીજી ગેસ સિલિન્ડર પર સબ્સિડી મળી રહી છે કે નહીં? ઘરે બેઠા ચેક કરો

એલપીજી ગેસ સિલિન્ડર પર સબ્સિડી મળી રહી છે કે નહીં? ઘરે બેઠા ચેક કરો

નવી દિલ્હી. દેશભરમાં રાંધણ ગેસ (LPG Gas Cylinder)ની વધતી કિંમતોથી સામાન્ય જનતા ઘણી પરેશાન છે. કેન્ર્ષ સરકાર તરફથી સામાન્ય જનતાને સબ્સિડીની સુવિધા આપવામાં આવે છે. દેશના અનેક રાજ્યોમાં ગ્રાહકોને અલગ-અલગ સબ્સિડી (LPG Subsidy) આપવામાં આવે છે. જે લોકોની વાર્ષિક આવક લગભગ 10 લાખ રૂપિયાથી ઉપર છે તેમને સબ્સિડીની સુવિધા નથી આપવામાં આવતી. એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 1 માર્ચે 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

કેટલી મળે છે સબ્સિડી?

ગેસના એક સિલિન્ડર પર ગ્રાહકોને 153.86 રૂપિયા આપવામાં આવે છે, જેને કેન્દ્ર સરકારે વધારીને 291.48 રૂપિયા કરી દીધા છે. બીજી તરફ, પીએમ ઉજ્જવલા યોજના હેઠળ પહેલા 174.86 રૂપિયા સબ્સિડી આપવામાં આવતી હતી, જેને વધારીને 312.48 રૂપિયા કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો, SBIની ખાસ સુવિધા: હવે એક પણ ડોક્યૂમેન્ટ વગર ઘરે બેઠા ખોલાવી શકશો બેંક ખાતું, જાણો શું છે પ્રોસેસ

સબ્સિડી મળી રહી છે કે નહીં? ઘરે બેઠા કરો ચેક

>> સૌથી પહેલા આપને ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ https://cx.indianoil.in/ પર વિઝિટ કરવાની રહેશે.
>> હવે આપને Subsidy Status અને Proceed પર ક્લિક કરવાનું છે.
>> ત્યારબાદ આપને Subsidy Related (PAHAL)ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. પછી આપને Subsidy Not Received પર ક્લિક કરવાનું છે.
>> આપનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને LPG ID નોંધાવાનો છે.
>> ત્યારબાદ તેને વેરિફાય કરો અને સબ્મિટ કરી દો.
>> ત્યારબાદ આપને તમામ જાણકારી સામે મળી જશે.

આ નંબર પર સંપર્ક કરી શકો છો

સબ્સિડી ન મળવાનું મોટું કારણ એલપીજી આઇડીનું એકાઉન્ટ નંબર સાથે જોડાણ ન હોવું હોઈ શકે છે. તેના માટે તમે પોતાના નજીકના ડિસ્ટ્રીબ્યૂટરનો સંપર્ક કરો અને પોતાની સમસ્યા તેને જણાવો. આ ઉપરાં ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે પોતાની ફરિયાદ નોંધાવી શકો છો.

આ પણ વાંચો, હેલ્મેટ પહેર્યા વગર ટ્રક ચલાવનારા ડ્રાઇવરને 1000 રૂપિયાનો દંડ! તમે પણ ચોંકી ગયા ને?

આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરાય?

જો તમે ઇન્ડેન ગેસના ગ્રાહક છો તો આપને પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી SMS મોકલીને લિંક કરી શકાય છે. તેના માટે આપને પોતાના મેસેજ બોક્સમાં IOC ટાઇપ કરવાનું છે. પછી એજન્સીના ટેલીફોન નંબરનો STD કોડ અને ગ્રાહક સંખ્યા ટાઇપ કરીને કસ્ટમર કેરમાં મોકલી દો. એક વાર આપનો મોબાઇલ નંબર રજિસ્ટર થઈ જાય તો UID <આધાર નંબર> ટાઇપ કરીને એજન્સીના નંબરમાં આપો. તેનાથી પણ આપનો આધાર નંબર ગેસ કનેક્શશન સાથે લિંક થઈ જશે. જેવું લિંક થઈ જશે તો આપને કન્ફર્મેશનનો નંબર આવશે.
First published:

Tags: Business news, Gujarati news, LPG Gas Cylinder, Utility news