LPG Gas Cylinder Price: આમ આદમીને મોટો ઝટકો, રસોઈ ગેસની કિંમતમાં 25 રૂપિયાનો વધારો, જાણો નવો ભાવ

પ્રતીકાત્મક તસવીર

LPG Gas Cylinder Price: કેન્દ્ર સરકારે આમ આદમીને મોંઘવારીનો વધુ એક ઝટકો આપ્યો છે. સરકારી ઑઇલ કંપનીઓએ ચોથી ફેબ્રુઆરીના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: LPG Gas Cylinder Price: કેન્દ્ર સરકારે આમ આદમીને વધુ એક ઝટકો આપ્યો છે. સરકારી ઑઇલ કંપનીઓએ ચોથી ફેબ્રુઆરીના રોજ ગેસ સિલિન્ડર (LPG gas)ના ભાવમાં વધારો કર્યો છે. આજથી તમારે ઘરેલૂ ગેસ માટે વધારે ખર્ચ કરવો પડશે. સબસિડી વગરના ગેસની કિંમતમાં રૂપિયા 25નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે, કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં છ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કિંમતમાં વધારા બાદ દિલ્હીમાં રસોઈ ગેસની કિંમત 719 રૂપિયા થઈ છે.

    નવા ભાવ

    ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડની વેબસાઇટ પ્રમાણે આજ એટલે કે ચોથી ફેબ્રુઆરીથી ગ્રાહકોએ 14 કિલોગ્રામનો નૉન-સબસિડી વાળા ઘરેલૂ ગેસ સિલિન્ડર માટે વધારે કિંમત ચૂકવવી પડશે. કિંમતમાં વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં રસોઈ ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર 719 રૂપિયા થઈ છે. કોલકાતામાં કિંમત 745.50, મુંબઈમાં 719 રૂપિયા અને ચેન્નાઈમાં 735 રૂપિયા થઈ છે.

    આ પણ વાંચો: જૂનાગઢ: સિંહનો શિકાર કરતી ટોળકી ફરી સક્રિય, ટ્રેપમાં સિંહબાળ ફસાતા સિંહણે એકને પંજો મારી દીધો

    કૉમર્શિયલ ગેસનો ભાવ

    ઉલ્લેખનીય છે કે દર મહિને પહેલી તારીખે એલપીજી સિલિન્ડરનો ભાવ બદલાય છે. આ વખતે પહેલી ફેબ્રુઆરીના રોજ કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 190 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, ઘરેલૂ ગેસની કિંમતમાં ફેરફાર કરાયો ન હતો. આજે આ કિંમતમાં છ રૂપિયાનો ઘટાડો કરાયો હતો.

    આ પણ વાંચો: નિયમિત આવક માટે POMIS, SCSS, PMVVY કે પછી FD પર મળશે વધારે વ્યાજ? 



    19 કિલોના સિલિન્ડરનો ભાવ

    આ ઘટાડા બાદ નવી દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરનો ભાવ 1,533 રૂપિયા, કોલકાતામાં 1,598.50 રૂપિયા, મુંબઈમાં 1,482.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1,649 રૂપિયા થયો છે.



    ઉલ્લેખનીય છે કે દેશમાં LPGની પહોંચ 99.5 ટકા વિસ્તાર સુધી થઈ ગઈ છે. દેશમાં LPGના આશરે 28.9 કરોડ ગ્રાહક છે. જોકે, જાન્યુઆરી મહિનામાં LPGની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. જોકે, ડિસેમ્બરમાં બે વખત ભાવ વધારો કરવામાં આવ્યા બાદ દિલ્હીમાં એલપીજીની કિંમતમાં 100 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો થયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: