નવી દિલ્હી. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) સામાન્ય જનતાને ફરી એક મોટો આંચકો આપ્યો છે. ઓઇલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ (Gas Cylinder Price)માં ફરી એક વાર વધારો કરી દીધો છે. ત્યારબાદ સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગઈ છે. વધેલા ભાવ આજે 25 ફેબ્રુઆરી 2021તની લાગુ થઈ ગયા છે. નોંધનીય છે કે આ મહિને ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે. સબ્સિડી વગરના સિલિન્ડરના ભાવમાં આજે 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ફેબ્રુઆરીમાં ત્રીજી વાર મોંઘો થયો સિલિન્ડર
ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વાર ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે. સરકારે 4 ફેબ્રુઆરીએ LPGના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ ફરી એક વાર સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. અને હવે ત્રીજી વાર છે જ્યારે ફરીથી 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ત્રણ મહિનામાં 200 રૂપિયા સુધી થયો મોંઘો
1 ડિસેમ્બરે ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થયો હતો. 1 જાન્યુઆરીએ ફરીથી 50 રૂપિયા વધી ગયા. ત્યારબાદ 644 રૂપિયાવાળો સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા થઈ ગયો. 4 ફેબ્રુઆરીના ભાવ વધારા બાદ તેની કિંમત 644થી વધીને 719 રૂપિયા થઈ ગઈ છે. 15 ફેબ્રુઆરીએ 719 રૂપિયાથી 769 રૂપિયા થઈ અને 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયાના વધારાની સાથે તેની કિંમત 769 રૂપિયાથી 794 રૂપિયા થઈ ગઈ છે.
નોંધનીય છે કે, દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર થાય છે. આ વખતે પહેલી ફેબ્રુઆરીએ માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 190 રૂપિયાનો વધારો થયો હતો. આ ભાવવધારાની સાથે દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ 1533 રૂપિયા, કોલકાતામાં 1598.50 રૂપિયા, મુંબઈમાં 1482.50 રૂપિયા અને ચેન્નઈમાં 1649 રૂપિયા થઈ ગયો હતો.
દેશમાં LPGની પહોંચ લગભગ 99.5 ટકા ભાગ સુધી થઈ ગઈ છે. દેશમાં એલપીજીના લગભગ 28.9 કરોડ કન્ઝ્યૂમર થઈ ગયા છે. જોકે જાન્યુઆરી મહિનામાં એલપીજીની કિંમતમાં કોઈ વધારો નહોતો કરાયો પરંતુ ડિસેમ્બરમાં બે વાર વધારો થવાના કારણે દિલ્હીમાં એલપીજીનો ભાવ 100 રૂપિયા પ્રતિ સિલિન્ડર સુધી વધી ગયો હતો. ફેબ્રુઆરી 2021માં 100 રૂપિયા વધી જવાથી ગ્રાહકોના ઘરેલુ બજેટ પર મોટો આંચકો લાગ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર