LPG Gas Cylinder Price: 73.5 રૂપિયા મોંઘો થયો LPG ગેસ સિલિન્ડર, અહીં ચેક કરો નવા રેટ્સ

LPG Gas Cylinder Price: મોંઘવારીની માર- 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો

LPG Gas Cylinder Price: મોંઘવારીની માર- 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો

  • Share this:
    નવી દિલ્હી. નવા મહિનાના પહેલા દિવસે મોંઘવારીમાં વધુ એક આંચકો લાગ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ પહેલી ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં (LPG Gas Cylinder Price) વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ 19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. ત્યારબાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 1550 રૂપિયાથી વધીને 1623 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.

    જોકે, ઓઇલ કંપનીઓએ સામાન્ય જનતાના ઉપયોગવાળા 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો નથી કર્યો. તેના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા બરકરાર છે. નોંધનીય છે કે, ગત મહિને એટલે કે જુલાઈ મહિનામાં ઓઇલ કંપનીઓએ ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ 25.50 રૂપિયા વધાર્યા હતા.

    આ પણ વાંચો, Earn Money: 4 રૂપિયાવાળા આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ! એક વર્ષમાં લાખ બની ગયા 12 લાખ રૂપિયા

    19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમત

    સરકારી ઓઇલ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. સૌથી વધુ વધારો ચેન્નઈમાં 73.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો છે. રાજધાની દિલ્હીમાં તેની કિંમત 73 રૂપિયા વધીને 1623 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 72.50 રૂપિયા વધીને 1623 રૂપિયા, મુંબઈમાં 72.50 રૂપિયા વધીન 1579.50 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નઇમાં તેનો ભાવ હવે 1761 રૂપિયા થઈ ગઈ છે.

    આ પણ વાંચો, Petrol Diesel Price Today: મહિનાના પહેલા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત, જાણો આપના શહેરના લેટેસ્ટ રેટ



    વોટ્સએપના માધ્યમથી રિફિલ કરાવી શકાય છે ગેસ સિલિન્ડર

    ઇન્ડેન કંપનીના કસ્ટમર LPG ગેસ સિલિન્ડરનું બુકિંગ 7718955555 પર ફોન કરીને કરાવી શકે છે. આ ઉપરાંત વોટ્સએપ પર REFILL લખીને 7588888824 પર વોટ્સએપ કરો. ગ્રાહકોને માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી જ વોટ્સએપ કરો.
    Published by:Mrunal Bhojak
    First published: