LPG Price Today: સસ્તો થયો ગેસ સિલિન્ડર, જૂનમાં બુકિંગ કરાવતાં પહેલા ચેક કરો લેટેસ્ટ રેટ્સ

19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 122 રૂપિયાનો ઘટાડો કરાયો, જાણો નવા ભાવ

19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 122 રૂપિયાનો ઘટાડો કરાયો, જાણો નવા ભાવ

  • Share this:
    નવી દિલ્હી. LPG ગ્રાહકો (LPG Gas Cylinder) માટે મોટા સમાચાર છે. 1 જૂન (1 june 2021)એ સરકારી ઓઇલ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. IOCએ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત (LPG Price Today)માં રાહત આપી છે. બીજી તરફ, ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. સતત ત્રીજા મહિને ઘરેલુ રાંધણ ગેસની કિંમત સ્થિર છે. તેમાં ન તો વધારો કરવામાં આવ્યો છે ન તો ઘટાડો. નોંધનીય છે કે, 19 કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ આ પહેલા મે મહિનામાં ઘટાડવામાં આવ્યો હતો.

    IOCની વેબસાઇટ મુજબ, દિલ્હીમાં 1 જૂનથી 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 122 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેની કિંમત 1473.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. બીજી તરફ મે મહિનામાં તેનો ભાવ 1595.50 રૂપિયા હતો. મે મહિનામાં સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ તેના ભાવમાં 45.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

    કોમર્શિયલ LPG સિલિન્ડરના નવા રેટ્સ...

    >> દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની નવી કિંમત 1595.50 રૂપિયાને બદલે હવે 1473.50 રૂપિયા પર પહોંચી ગઈ છે.
    >> મુંબઈમાં 19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમત 1545 રૂપિયાથી ઘટીને 1422.50 રૂપિયા થઈ ગઈ છે.
    >> કોલકાતામાં 1667.50 રૂપિયાને બદલે 1544.50 રૂપિયા ચૂકવવા પડશે.
    >> આ ઉપરાંત ચેન્નઈમાં 1725.50 રૂપિયાથી ઘટીને ભાવ હવે 1603 રૂપિયા થઈ ગયો છે.

    આ પણ વાંચો, Petrol Price Today: 1 મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચ્યા, જાણો આજે કેટલા થયા મોંઘા

    ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ન થયો ફેરફાર

    નોંધનીય છે કે, ઘરેલુ રાંધણ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સિલિન્ડરની કિંમત 809 રૂપિયા છે. આ ઉપરાંત કોલકાતામાં 835.50 રૂપિયા, મુંબઈમાં 809 રૂપિયા અને ચેન્નઈમાં 825 રૂપિયા છે.

    આ પણ વાંચો, કપ્પા અને ડેલ્ટાઃ WHOએ ભારતમાં મળેલા કોરોના વેરિયન્ટ્સને આપ્યા નામ


    વોટ્સએપના માધ્યમથી રિફિલ કરાવી શકાય છે ગેસ સિલિન્ડર

    ઇન્ડેન કંપનીના કસ્ટમર LPG ગેસ સિલિન્ડરનું બુકિંગ 7718955555 પર ફોન કરીને કરાવી શકે છે. આ ઉપરાંત વોટ્સએપ પર REFILL લખીને 7588888824 પર વોટ્સએપ કરો. ગ્રાહકોને માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી જ વોટ્સએપ કરો.
    Published by:Mrunal Bhojak
    First published: