નવી દિલ્હી: ઓઇલ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કર્યો છે. જેના પગલે સબસિડીવાળા 14.2 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમત 769 રૂપિયાથી વધીને 794 થઈ ગઈ છે. આ મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે. જોકે, એક ઑફર મારફતે તમે મોંઘો ગેસનો બાટલો ફક્ત 94 રૂપિયામાં ખરીદી શકો છો. તો જોઈએ શું છે આ ઑફર અને કેવી રીતે તેનો લાભ ઉઠાવી શકાય છે.
તમે પેટીએમ (Paytm)થી પોતાનો એલપીજી સિલિન્ડર (LPG cylinder) બુક કરીને 700 રૂપિયા સુધીનો કેશબેક મેળવી શકો છો. દેશના મોટાભાગના હિસ્સામાં જ્યાં એલપીજી સિલિન્ડર સબસિડી પછી બાદ 769થી 794 રૂપિયાની વચ્ચે છે, એવામાં પેટીએમ ખાસ કેશબેકનો ફાયદો ઉઠાવીને તમે તેને માત્ર 94 રૂપિયામાં ખરીદી શકો છો.
700 રૂપિયા સુધીનું આ કેશબેક પેટીએમ એપના માધ્યમથી પહેલીવાર એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવનારા ગ્રાહકોને જ મળશે. ગ્રાહક Paytm LPG Cylinder Booking Cashbackનો લાભ 28 ફેબ્રુઆરી, 2021 સુધી જ લઈ શકે છે. આ ઑફર માટે પેટીએમએ અનેક ગેસ કંપનીઓ સાથે કરાર કર્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર