એપ્રિલ 1થી નાંણાકીય વર્ષ 2021-22 શરૂ થયું છે. નવા નાણાંકીય વર્ષના પહેલા જ દિવસે એલપીજી ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder) ની કિંમતમાં 10 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા પછી, દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલો એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને 809 રૂપિયા થઇ ગયો છે. જો તમે ઘરેલું ગેસ સિલિન્ડર સસ્તામાં ખરીદવાનો વિચારી રહ્યાં છો, તો તમારી પાસે એક સારી ઓફર છે. પેટીએમ તેના ગ્રાહકોને સસ્તી રીતે ઘરેલું ગેસ સિલિન્ડર ખરીદવા માટે બમ્પર ઓફર આપી રહ્યું છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકો 809 રૂપિયાનો ગેસ સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં મેળવી શકે છે.
જાણો શું છે આ ઓફર?
પેટીએમએ કેશબેક ઓફરની શરૂઆત કરી છે. આ કેશબેક ઓફર હેઠળ જો કોઈ ગ્રાહક ગેસ સિલિન્ડર બૂક કરે છે તો તેને 800 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. આપને જણાવી દઈએ કે, પેટીએમની આ ઓફર 30 એપ્રિલ 2021 સુધી છે. એટલે, આ આખા મહિનામાં તમને સસ્તો એલપીજી સિલિન્ડર ખરીદવાની તક મળશે.