મોટા સમાચાર : ફટાફટ જાણી લો ઓગસ્ટ મહિના માટે રાંધણ ગેસ સિલિન્ડરના નવા ભાવ

મોટા સમાચાર : ફટાફટ જાણી લો ઓગસ્ટ મહિના માટે રાંધણ ગેસ સિલિન્ડરના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

LPG Gas Cylinder Price : દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓગસ્ટ મહિના માટે સબસિડીવાળા અને સબસિડી વગરના એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ જાહેર કર્યો.

 • Share this:
  નવી દિલ્હી : ઓગસ્ટ મહિના (August 2020)ની પ્રથમ તારીખ આમ આદમી માટે રાહત લઈને આવી છે. કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ એલપીજી રાંધણ ગેસ (LPG Gas Cylinder)ની કિંમતમાં કોઈ વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ સબસિડી વગર (Non-Subsidised Gas Cylinder)ના સિલિન્ડરની કિંમત 594 રૂપિયા છે. અન્ય શહેરમાં રાંધણ ગેસના ભાવ પણ સ્થિર છે. જોકે, જુલાઇ મહિનામાં કિંમત 3.5 રૂપિયા સુધી વધારવામાં આવી હતી. આ પહેલા જૂન મહિનામાં દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સબસિડી વગરના સિલિન્ડિરના ભાવમાં 11.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે મે મહિનામાં ગેસ સિલિન્ડર 162.50 રૂપિયા સસ્તો થયો હતો.

  ફેબ્રુઆરીમાં દિલ્હીમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 858.50 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જોકે, માર્ચમાં વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં આવેલા ઘટાડા બાદ ભાવ 805.50 થયો હતો. મે મહિનામાં કિંમતમાં વધારે ઘટાડો થતાં એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 744 રૂપિયામાંથી 581.50 થઈ ગયો હતો.  આ પણ વાંચો : 1 ઓગસ્ટ, 2020 : આજથી બેંક, વીમા, ઈ-કૉમર્સ સહિત અનેક નિયમ બદલાયા

  IOCની વેબસાઇટ પ્રમાણે દિલ્હીમાં રાધણ ગેસના સિલિન્ડરની કિંમત જુલાઇ જેટલી જ રાખવામાં આવી છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામના નૉન-સબ્સિડાઇઝ્ડ ગેસ સિલિન્ડરની કિંમત 594 રૂપિયા છે. એ રીતે મુંબઈમાં સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત 594 રૂપિયા જ છે. જ્યારે ચેન્નાઇમાં કિંમત 610.50 છે. જ્યારે કોલકાતામાં કિંમત 50 પૈસા પ્રતિ સિલિન્ડર વધી છે.

  14.2 કિલોગ્રામ સિલિન્ડરની ભાવ (સબસિડી વગર)

  દિલ્હી 594

  કોલકાતા 621
  મુંબઈ 594
  ચેન્નાઇ 610.50

  19 કિલોગ્રામ સિલિન્ડરની ભાવ (સબસિડી વગર)

  દિલ્હી 1135.50
  કોલકાતા 1198.50
  મુંબઈ 1091.00
  ચેન્નાઇ 1253.00

  વીડિયો જુઓ : આશિષ ભાટિયા રાજ્યના નવા DGP

  >> 19 કિલોગ્રામના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં કોઈ પણ પરિવર્તન વગર 1135.50 રૂપિયા છે.

  >> કોલકાતામાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1197.50 રૂપિયામાંથી વધારીને 1198.50 કરવામાં આવી છે.

  >> દેશની આર્થિક રાજધાની નવી દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1090.50થી વધારીને 1091 કરવામાં આવી છે.

  >> દેશના ચૌથા મોટા મહાનગર ચેન્નાઇમં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1255 રૂપિયાથી ઘટાડીને 1253 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ છે.
  Published by:Vinod Zankhaliya
  First published:August 01, 2020, 11:09 am