Home /News /business /

ગેસ સિલિન્ડરથી અકસ્માત થતા મળે છે 50 લાખ રૂપિયાનું વળતર, જાણો કેવી રીતે કરવો દાવો

ગેસ સિલિન્ડરથી અકસ્માત થતા મળે છે 50 લાખ રૂપિયાનું વળતર, જાણો કેવી રીતે કરવો દાવો

એલપીજી સિલિન્ડર (પ્રતીકાત્મક તસવીર)

સિલિન્ડર લીકેજ કે બ્લાસ્ટ થાય તો તેની જવાબદારી ડીલર અને કંપનીની, આવા ઘટના પર 50 લાખ રૂપિયા વળતર મળી શકે છે

નવી દિલ્હી. આજના સમયમાં દરેકના ઘરે ગેસ સિલિન્ડર (Gas Cylinder) છે. તેનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવામાં આવે છે, કારણ કે એક નાની ભૂલ મોટા અકસ્માત (Accident)નું કારણ બની શકે છે. ત્યારે આપણે જાણવું જોઈએ કે LPGનો ઉપયોગ કરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ અને કોઈપણ પ્રકારના અકસ્માતની સ્થિતિમાં શું કરવું જોઈએ. સાથે જ એ પણ જાણવું જોઈએ કે ગેસ લીકેજ (Gas Leakage) અથવા LPG ગેસ સિલિન્ડર ફાટવાથી અકસ્માત થાય, તો ગ્રાહક તરીકે તમારી પાસે શું અધિકાર છે.

50 લાખ સુધીનો વીમો

LPG એટલે રસોઈ ગેસ કનેક્શન લેવા પર પેટ્રોલિયમ કંપનીઓ ગ્રાહકને પર્સનલ એક્સિડન્ટનું કવર (Personal Accident Cover) પૂરું પાડે છે. 50 લાખ રૂપિયા સુધીનો આ વીમો સિલિન્ડરથી ગેસ લિકેજ અથવા બ્લાસ્ટને કારણે દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતની ઘટનામાં આર્થિક મદદ કરે છે. આ વીમા માટે પેટ્રોલિયમ કંપનીઓની વીમા કંપનીઓ (Insurance Companies) સાથે ભાગીદારી કરે છે.

આ પણ વાંચો, સસ્તું સોનું ખરીદવાનો આજે છેલ્લો દિવસ! સરકાર બજાર ભાવથી ઓછામાં વેચી રહી છે સોનું, ફટાફટ ચેક કરી ડિટેલ

ડિલિવરી પહેલાં તપાસ કરવી જોઈએ કે સિલિન્ડર સંપૂર્ણ રીતે ઠીક છે કે નહીં. ગ્રાહકના ઘરે LPG સિલિન્ડરને કારણે જીવ અને સંપત્તિના નુકસાન બદલ વ્યક્તિગત અકસ્માતનું કવર ચૂકવવાનું રહે છે. જો કોઈ અકસ્માતમાં ગ્રાહકની સંપત્તિ/મકાનને નુકસાન થાય, તો અકસ્માત માટે 2 લાખ રૂપિયા સુધીનો ઇન્શ્યોરન્સ ક્લેમ પ્રાપ્ત થાય છે.

જાણો, કેવી રીતે ગેસ સિલિન્ડર પર મળશે 50 લાખનો ક્લેમ

અકસ્માત પછી ક્લેમ લેવાની રીત સત્તાવાર વેબસાઇટ http://mylpg.in પર આપવામાં આવી છે. વેબસાઇટ અનુસાર, જો ગ્રાહકને મળેલા LPG કનેક્શનના સિલિન્ડરથી અકસ્માત થાય છે, તો તે વ્યક્તિ 50 લાખ રૂપિયા સુધીના વીમાની હકદાર છે.

1. અકસ્માત પર વધુમાં વધુ 50 લાખ રૂપિયા વળતર મળી શકે છે. દુર્ઘટનાથી પીડિત દરેક વ્યક્તિને મહત્તમ 10 લાખનું વળતર મળી છે.
2. એલપીજી સિલિન્ડરનું વીમા કવર મેળવવા માટે ગ્રાહકે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અને તેના એલપીજી વિતરકને અકસ્માત વિશે માહિતી આપવી પડશે.
3. PSU ઓઇલ માર્કેટિંગ કંપની જેમ કે ઇન્ડિયન ઓઇલ, એચપીસી અને બીપીસીના ડિસ્ટ્રિબ્યુટરે વ્યક્તિઓ અને સંપત્તિ માટે થર્ડ પાર્ટી ઇન્સ્યુરન્સ કવર સહિતના અકસ્માતો માટે વીમા પોલિસી લેવી પડશે.
4. પોલિસી કોઈપણ વ્યક્તિગત ગ્રાહકના નામે નથી હોતી, પરંતુ દરેક ગ્રાહક આ નીતિમાં કવર થાય છે. આ માટે તેણે કોઈ પ્રીમિયમ ચૂકવવું પડતું નથી.
5. FIRની કોપી, ઇજાગ્રસ્તોના મેડિકલ સારવાર અને મેડિકલ બીલ, પ્રિસ્ક્રિપ્શનની નકલ અને મૃત્યુ પ્રમાણપત્ર તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાચવીને રાખો.

આ પણ વાંચો, મિગ-21 ક્રેશમાં શહીદ પાઇલટ અભિનવ ચૌધરીએ એક રૂપિયાનું શુકન લઈને કર્યા હતા લગ્ન, દહેજ વિરુદ્ધ આપ્યો હતો સંદેશ

ગેસ સિલિન્ડર સાથે કોઈ અકસ્માતની સ્થિતિમાં સૌ પ્રથમ પોલીસ રિપોર્ટ દાખલ કરાવવો પડશે. ત્યારબાદ સંબંધિત વિસ્તાર કચેરી તપાસ કરશે કે આ અકસ્માતનું કારણ શું છે. જો અકસ્માત LPG સિલિન્ડર અકસ્માત છે, તો એલપીજી ડિસ્ટ્રિબ્યુટર એજન્સી/ક્ષેત્ર કચેરી તેના વિશે વીમાની સ્થાનિક કચેરીને જાણ કરશે. જે બાદ સંબંધિત વીમા કંપનીમાં ક્લેઇમ ફાઇલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દાવા માટે ગ્રાહકે સીધા વીમા કંપનીને અરજી કરવાની કે તેનો સંપર્ક કરવાની જરૂર નથી.
First published:

Tags: Business news, Gas leak, Insurance, Insurance Policy, LPG Gas Cylinder, અકસ્માત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन