LPG Cylinder: Paytmથી બુક કરાવતા ગેસ સિલિન્ડર મળી શકે છે ફ્રી, આવી રીતે ઉઠાવો ઓફરનો ફાયદો

LPG Cylinder: Paytmથી બુક કરાવતા ગેસ સિલિન્ડર મળી શકે છે ફ્રી, આવી રીતે ઉઠાવો ઓફરનો ફાયદો
પ્રતિકાત્મક તસવીર

Paytmની આ ઓફર હેઠળ 700 રૂપિયાવાળો ગેસ સિલિન્ડર આપને બિલકુલ ફ્રીમાં મળી શકે છે

  • Share this:
    નવી દિલ્હીઃ એલપીજી સિલિન્ડર બુકિંગ (LPG Cylinder Booking) માટે મોટી સંખ્યામાં લોકો પેટીએમ (Paytm)નો ઉપયોગ કરી રહ્યા છે. પેટીએમ હવે એલપીજી સિલિન્ડર બુકિંગ માટે દેશના સૌથી મોટા પ્લેટફોર્મ બની ગયું છે. પેટીએમ પોતાના ગ્રાહકો માટે થોડાક દિવસના અંતરાળમાં અનેક ઓફર લઈને આવતું રહે છે. Paytmએ રાંધણ ગેસ ગ્રાહકો માટે ફરી એક વાર શાનદાર ઓફર રજૂ કરી છે. જો તમે Paytmની આ ઓફરનો ઉપયોગ કરો છો તો તમે ઓછામાં ઓછા એક ગેસ સિલિન્ડરના પૈસા બચાવી શકો છો. એટલે કે આપને ફ્રીમાં એલપીજી ગેસ સિલિન્ડર મળી શકે છે.

    આવી રીતે ઉઠાવો ઓફરનો લાભ



    આ ઓફરનો ફાયદો માત્ર એ લોકોને આપવામાં આવશે જેઓ પહેલીવાર Paytmથી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી રહ્યા છે. ઓફરનો ફાયદો ઉઠાવવા માટે સૌથી પહેલા આપને પોતાના મોબાઇલમાં Paytm ડાઉનલોડ કરવું પડશે. જો તમે Paytmથી પોતાના LPG ગેસ સિલિન્ડરને બુક કરાવો છો તો આપને ભારે કેશબેક મળી શકે છે. આપને પોતાનું ગેસ સિલિન્ડર Paytmથી બુક કરવો પડશે. ત્યારબાદ આપને 700 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. આ લાભ પહેલીવાર Paytmથી ગેસ સિલિન્ડર બુકિંગ પર જ મળી રહ્યો છે.

    આ પણ વાંચો, SBIએ કરોડો ગ્રાહકોને કર્યા સાવધાન, નાણા સુરક્ષિત રાખવા છે તો ફૉલો કરો આ 4 ટિપ્સ

    Paytmની આ ઓફર ત્યારે કામ કરશે જ્યારે આપની બુકિંગ અમાઉન્ટ 500 રૂપિયા કે તેનાથી વધુ હશે. આ ઓફર માત્ર 31 જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવી છે. જ્યારે તમે પેમેન્ટ કરશો ત્યારે આપને એક સ્ક્રેચ કૂપન મળશે. આ કૂપન બુકિંગના 24 કલાકની અંદર આપને મળી જશે. આ કૂપનને તમારે 7 દિવસની અંદર ખોલવાની રહેશે. ત્યારબાદ આપના એકાઉન્ટમાં કેશબેક થઈ જશે.

    આ પણ વાંચો, ક્લાઇમેટ ચેન્જથી લઈને મેક્સિકો વૉલ સુધી, રાષ્ટ્રપ્રમુખ બનતાં જ બાઇડને પલટ્યા ટ્રમ્પના આ 8 નિર્ણય

    31 જાન્યુઆરી, 2021 સુધી વેલિડ છે ઓફર

    500 રૂપિયા સુધીના આ કેશબેક પેટીએમ એપના માધ્યમથી પહેલી વાર એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવનારા ગ્રાહક પણ મેળવી શકે છે. ગ્રાહક Paytm LPG Cylinder Booking Cashback Offerનો લાભ 31 જાન્યુઆરી, 2021 સુધી જ લઈ શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 22, 2021, 09:00 am