નવી દિલ્હી : જો તમે મફતમાં એલપીજી કનેક્શન (LPG Connection) મેળવવા માંગો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Modi goverment) ખૂબ જ જલ્દી ઉજ્જવલા યોજના (Ujjwala Yojana)નો બીજો તબક્કો લાગુ કરવા જઈ રહી છે. સરકારી તેલ કંપનીઓ હવે ઉજ્જવલાના બીજા તબક્કાનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. જો તમે પણ આ સુવિધાનો લાભ લેવા માંગતા હો, તો હવે તમે ઘરે બેસીને અરજી કરી શકો છો. આ યોજના હેઠળ હવે તેવા લોકો પણ એલપીજી કનેક્શન લઇ શકશે જેમની પાસે કાયમી સરનામું નથી.
તમને જણાવી દઈએ કે, આ યોજનાનો લાભ શહેરોમાં રહેતા ગરીબોને આપવામાં આવશે. આ સાથે જ, જે લોકો દેશના વિવિધ ભાગોમાં નોકરીના કારણે સ્થાનો બદલે છે તેમને પણ આ યોજનાનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (FM nirmala sitharaman)) આ યોજના હેઠળ 1 કરોડ ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે.
તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 મે 2016ના રોજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી. સરકારે ધુમાડાને કારણે થતા નુકસાનને ધ્યાનમાં રાખીને મહિલાઓને મફત ગેસ સિલિન્ડર કનેક્શન આપવાની યોજના બનાવી હતી. આ યોજના હેઠળ, તમે ઘરે બેઠા મફત LPG સિલિન્ડર કનેક્શન માટે અરજી કરી શકો છો. અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. ઉપરાંત, તેમની પાસે બેંક ખાતું અને બીપીએલ કાર્ડ હોવું જોઈએ.