LPG cylinders Price :આ મહિનામાં બીજી વખત ઘરેલુ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. 7મી મેના રોજ પહેલીવાર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને આજે પણ ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
મે મહિનામાં એલપીજી સિલિન્ડરના (LPG cylinders) ગ્રાહકોને બીજો આંચકો લાગ્યો છે. ઘરેલું સિલિન્ડર ફરી એકવાર મોંઘું થઈ ગયું છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો પણ આજથી એટલે કે 19મી મે 2022થી વધી છે. આ મહિનામાં બીજી વખત ઘરેલુ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. 7મી મેના રોજ પહેલીવાર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને આજે પણ ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
પેટ્રોલ અને ડીઝલની સાથે સાથે ખાવા-પીવાની મોંઘવારીથી પરેશાન લોકો પણ એલપીજીના વધતા ભાવથી પરેશાન છે. માત્ર 7 મેના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડર 50 રૂપિયા મોંઘુ થયું હતું. આ કારણે દેશના મોટાભાગના શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાને પાર કરી ગઈ છે, આજે જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં 3 રૂપિયા 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો, ત્યારે હવે આખા દેશમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1000થી વધુ છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 809 રૂપિયાથી વધીને 1003 રૂપિયા થઈ ગયો છે. આજથી દિલ્હી અને મુંબઈમાં 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર રૂ.1003માં અને કોલકાતામાં રૂ.1029માં અને ચેન્નાઈમાં રૂ.1018.5માં ઉપલબ્ધ થશે.
7 મેના રોજ, એલપીજીના દરમાં ફેરફારને કારણે જ્યાં ઘરેલું સિલિન્ડર 50 રૂપિયા મોંઘું થયું, ત્યાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર લગભગ 10 રૂપિયા સસ્તું થયું. હવે 19 કિલોનો સિલિન્ડર દિલ્હીમાં 2354, કોલકાતામાં 2454, મુંબઈમાં 2306 અને ચેન્નાઈમાં 2507માં વેચાઈ રહ્યો છે.
1 મેના રોજ તેમાં લગભગ 100 રૂપિયાનો વધારો થયો હતો. માર્ચમાં, દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત માત્ર 2012 રૂપિયા હતી. 1 એપ્રિલે તે વધીને 2253 અને 1 મેના રોજ તે વધીને 2355 રૂપિયા પર પહોંચ્યો હતો. છેલ્લા એક વર્ષમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 750 રૂપિયાનો વધારો થયો છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર