Home /News /business /

LPG Cylinder Subsidy: એલપીજી સિલિન્ડરની કિંમત અને સબસિડીને લઈને આવ્યા મોટા સમાચાર, સરકાર બહુ ઝડપથી કરી શકે છે જાહેરાત

LPG Cylinder Subsidy: એલપીજી સિલિન્ડરની કિંમત અને સબસિડીને લઈને આવ્યા મોટા સમાચાર, સરકાર બહુ ઝડપથી કરી શકે છે જાહેરાત

એલપીજી સિલિન્ડર

LPG cylinder Subsidy: પાછલા અનેક મહિનાઓથી સરકારે એલપીજી સિલિન્ડર પર સબસિડી બંધ કરી દીધી છે. વર્ષ 2021 દરમિયાન સરકારે સબસિડી પર 3,559 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. વર્ષ 2020 દરમિયાન સરકારે 24,468 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.

    નવી દિલ્હી. LPG cylinder Subsidy: રસોઈ ગેસ સિલિન્ડરની સબસિડી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જે પ્રમાણે બહુ ઝડપથી ઘરેલૂ ગેસની કિંમતમાં વધારો થઈ શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)ને પગલે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થયો છે. આ દરમિયાન સતત એવી ચર્ચા ચાલી રહી છે કે એલપીજી સિલિન્ડરની કિંમત 1,000 રૂપિયા સુધી પહોંચી જશે. રસોઈ ગેસની વધી રહેલી કિંમત અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. જોકે, સરકારના આંતરિક મુલ્યાંકન પરથી એક વાત સ્પષ્ટ છે કે બહુ ઝડપથી સિલન્ડર માટે 1,000 રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

    સરકાર લઈ શકે છે બે પક્ષ


    સૂત્રોના જણાવ્યા પ્રમાણે એલપીજી સિલિન્ડર પર સરકાર બે પક્ષ લઈ શકે છે. પ્રથમ વિકલ્પ એવો હોઈ શકે કે સરકાર સબસિડી વગરના સિલિન્ડર આપતી રહે. બીજી વિકલ્પ એવો હોઈ શકે કે સરકાર અમુક લોકોને સબસિડીનો લાભ પણ આપે.

    સબસિડી પાછળ ખર્ચ


    જોકે, સબસિડી આપવા અંગે સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી. અત્યારસુધી મળેલી જાણકારી પ્રમાણે 10 લાખ રૂપિયા આવકનો નિયમ રહેશે, તેમજ ઉજ્જવાલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. એટલે કે આ સિવાયના અન્ય લોકો માટે ગેસની સબસિડી સમાપ્ત થઈ શકે છે. પાછલા અનેક મહિનાઓથી સરકારે એલપીજી સિલિન્ડર પર સબસિડી બંધ કરી દીધી છે. વર્ષ 2021 દરમિયાન સરકારે સબસિડી પર 3,559 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. વર્ષ 2020 દરમિયાન સરકારે 24,468 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.

    આ પણ વાંચો: 4,809 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક

    માઠા સમાચાર લઈને આવ્યો માર્ચ મહિનો


    રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia-Ukraine war) વચ્ચે પહેલી માર્ચના રોજ એલપીજી સિલિન્ડરની નવી કિંમત (LPG Cylinder latest price) જાહેર કરવામાં આવી હતી. સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, આ વધારો ફક્ત કૉમર્શિયલ સિલિન્ડર (Commercial LPG Cylinder)ની કિંમત પર કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: આજે (21 માર્ચ) આ 11 સ્ટૉક્સમાં થઈ શકે છે મોટી કમાણી

    હાલ ઘરેલૂ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નહીં


    છ ઓક્ટોબર, 2021 પછી ઘરેલૂ સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે ભાવમાં વધારો કે ઘટાડો નથી થયો. આ દરમિયાન ક્રૂડ ઓઇલની કિંમત 110 ડોલર પ્રતિ બેરલને પાર થઈ ગઈ છે. ઓક્ટોબર 2021થી ફેબ્રુઆરી 2022 સુધી કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 170 રૂપિયાનો વધારો કરાયો છે. દિલ્હીમાં ઓક્ટોબર 2021માં સિલિન્ડરની કિંમત 1736 રૂપિયા હતી, જે ફેબ્રુઆરી 2022માં વધીને 2012 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ ઘરેલૂ સિલિન્ડર ધારકોને ભાવ ન વધ્યા હોવાની રાહત મળી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: LPG, LPG cylinder, March, Subsidy

    આગામી સમાચાર