Home /News /business /LPG Price Today: સામાન્ય જનતાને મોટો આંચકો, આજે ફરી મોંઘો થયો રાંધણ ગેસ, જાણો નવા ભાવ

LPG Price Today: સામાન્ય જનતાને મોટો આંચકો, આજે ફરી મોંઘો થયો રાંધણ ગેસ, જાણો નવા ભાવ

ગેસ સિલિન્ડર બુકિંગ પર શાનદાર ઑફર

14.2 કિલોગ્રામવાળા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો, 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 90.50 રૂપિયાનો ઉછાળો

નવી દિલ્હી. માર્ચ મહિનાના (March 2021) પહેલા જ દિવસે સામાન્ય જનતાને ફરી મોટો આંચકો લાગ્યો છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ઉછાળો (LPG cylinder Price Hike) આવ્યો છે. એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફરીથી 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. માત્ર ત્રણ દિવસ પહેલા જ ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. સપ્તાહની અંદર બે વાર ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. નોંધનીય છે કે હવે 14.2 કિલોગ્રામવાળા નોન સબ્સિડી એલપીજી ગેસ સિલિન્ડર (non-subsidized LPG) માટે આપને 25 રૂપિયા વધુ ચૂકવવા પડશે. તેની સાથે ભાવમાં વધારા બાદ હવે દિલ્હીમાં રાંધણ ગેસની કિંમત 794 રૂપિયાથી વધીને 819 રૂપિયા થઈ ગઈ છે.

જાણો ચાર મહાનગરોમાં શું છે નવા ભાવ

>> દિલ્હીમાં નવો ભાવ- 819 રૂપિયા
>> મુંબઈમાં નવો ભાવ- 819 રૂપિયા
>> કોલકાતામાં નવો ભાવ- 845.50 રૂપિયા
>> ચેન્નઈમાં નવો ભાવ- 835 રૂપિયા

આ પણ વાંચો, PM મોદીએ ભારત બાયોટેક પર ઊભી થયેલી શંકાને દૂર કરી, Covaxin લઈને આપ્યા 4 ખાસ સંદેશ

કોમર્શિયલ ગેસનો ભાવ શું છે?

નોંધનીય છે કે, દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર થતા હોય છે. 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 90.50 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. હવે દિલ્હીમાં આ સિલિન્ડરની કિંમત 1614 રૂપિયા થઈ ગઈ છે. એવી જ રીતે મુંબઈમાં ભાવ હવે 1563.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. કોલકાતામાં આ કિંમત 1681.50 રૂપિયા અને ચેન્નઈમાં કિંમત 1730.50 રૂપિયા થઈ ગઈ છે. આ પહેલા રાજધાનીમાં 19 કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ 1533 રૂપિયા, કોલકાતામાં 1598.50 રૂપિયા, મુંબઈમાં 1482.50 રૂપિયા અને ચેન્નઈમાં 1649 રૂપિયા હતો.

આ પણ વાંચો, આજથી સતત 5 દિવસ મળશે સસ્તું સોનું, જાણો કેવી રીતે લઈ શકો છો ફાયદો

" isDesktop="true" id="1076254" >



જાન્યુઆરીમાં નહોતા વધ્યા ભાવ

નોંધનીય છે કે, LPG ગેસની કિંમત સતત છેલ્લા બે મહિનાથી વધી રહી છે. જાન્યુઆરીમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG ગેસની કિંમતમાં કોઈ ફેરફાર નહોતા કર્યા. જોકે ડિસેમ્બર મહિનામાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ ફેબ્રુઆરીમાં ત્રણ અલગ અલગ વાર કિંમતો વધારવામાં આવી. કુલ 100 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો.
First published:

Tags: BPCL, Business news, Gas cylinder, Hpcl, Iocl, LPG, અમદાવાદ, ગુજરાત, દિલ્હી

विज्ञापन