Home /News /business /LPG Cylinder Price: આ કંપની ફક્ત રુ.750માં આપી રહી છે ગેસ સિલિન્ડર, આ રીતે લાભ ઉઠાવો

LPG Cylinder Price: આ કંપની ફક્ત રુ.750માં આપી રહી છે ગેસ સિલિન્ડર, આ રીતે લાભ ઉઠાવો

ખુશખબર! આ ગેસ કંપની 300 રુપિયા સસ્તામાં આપી રહી છે સિલિન્ડર, તમે કેવી રીતે મેળવી શકશો? સમજો

LPG Cylinder Price: આજના સમયમાં જ્યારે ગેસ સિલિન્ડરના ભાવ આસમાનને આંબી રહ્યા છે ત્યારે જાણીતી એલપીજી ગેસ સિલિન્ડર કંપનીએ સામાન્ય માણસો માટે કંપોઝિટ સિલિન્ડરની સુવિધા શરું કરી છે. આ સિલિન્ડરનું વજન સામાન્ય સિલિન્ડરની તુલનામાં ઓછું હોય છે. તેમજ આ સિલિન્ડરની ખાસ વાત એ છે કે તમે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ સરળતાથી લઈ જઈ શકો છો. તો સુરક્ષાની દ્રષ્ટીએ પણ તે વધુ સારા છે અને રુપિયાની દ્રષ્ટીએ 300 રુપિયા જેટલા સસ્તામાં મળી જાય છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ એલપીજીની વધતી કિંમતોથી દરેક લોકો પરેશાન છે. રોજિંદા ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ જ્યારે મોંઘી હોય છે ત્યારે આપણને વધુ અસર કરે છે. એલપીજી તેમાંથી એક છે. હાલમાં દિલ્હીમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા છે. જો તમે નવું ગેસ કનેક્શન લેવાનું વિચારી રહ્યા છો અને તેના માટે વધારે પૈસા ખર્ચવા નથી માંગતા તો આ માહિતી તમારા માટે છે.

    આ પણ વાંચોઃ અમદાવાદી કંપનીએ એંકર ઇન્વેસ્ટર્સ પાસેથી મેળવ્યા 225 કરોડ, જાણો શું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ ભાવ

    750 રુપિયામાં ગેસ સિલિન્ડર!


    હકીકતમાં, સરકારી ઓઈલ કંપની ઈન્ડેને ગ્રાહકોની સુવિધા માટે એક નવી સ્કીમ શરૂ કરી છે. આ અંતર્ગત તમે ઓછી કિંમતે LPG સિલિન્ડર મેળવી શકો છો. ઈન્ડેનના આ નવા પ્લાન સાથે તમને માત્ર 750 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. એટલે કે તમને આ ગેસ સિલિન્ડર સામાન્ય કિંમત કરતા લગભગ 300 રૂપિયા સસ્તું મળશે.

    ઈન્ડેનની નવી સુવિધા શું છે?


    ઇન્ડેન કંપની દ્વારા સામાન્ય લોકો માટે કમ્પોઝિટ સિલિન્ડરની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સિલિન્ડરનું વજન સામાન્ય સિલિન્ડર કરતાં ઓછું છે. તેથી તેની કિંમત પણ ઓછી રાખવામાં આવી છે. આ સિલિન્ડર તમે માત્ર 750 રૂપિયામાં ખરીદી શકો છો. તેની ખાસ વાત એ છે કે તમે તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો.

    આ પણ વાંચોઃ તહેવારો પહેલાં સોના-ચાંદીમાં સતત ધોવાણ, સોનું 50 હજાર નજીક પહોંચ્યું

    કમ્પોઝિટ સિલિન્ડર શું છે


    કમ્પોઝિટ સિલિન્ડર નિયમિત સિલિન્ડરો કરતાં વજનમાં હળવા હોય છે. આમાં તમને 10 કિલો ગેસ મળે છે. જેના કારણે આ સિલિન્ડરની કિંમત પણ ઓછી રાખવામાં આવી છે. આ સિલિન્ડરની વિશેષતા એ છે કે તે પારદર્શક છે.

    હાલમાં આ સુવિધા માત્ર 28 શહેરોમાં જ ઉપલબ્ધ છે.


    ઈન્ડેન હાલમાં 28 શહેરોમાં આ સુવિધા પૂરી પાડી રહી છે. ટૂંક સમયમાં તેનું વિસ્તરણ કરવામાં આવશે અને આ સિલિન્ડર તમામ શહેરોમાં ઉપલબ્ધ થશે. આ માટે કંપની હાલમાં કામ કરી રહી છે.

    આ પણ વાંચોઃ કાળા જામફળની ખેતીથી કરો અઢળક કમાણી, ઔષધીય ગુણથી ભરપૂર આ ફળની માંગ વધશે

    કઈ રીતે લઈ શકો છો કનેક્શન?


    જો ગ્રાહક ઇચ્છે અને તેમના શહેરમાં હાલ આ સુવિધા ઉપલબ્ધ હોય તો પોતાના સાદા સિલિન્ડરથી કમ્પોઝિટ સિલિન્ડર પર શિફ્ટ થઈ શકે છે. આ માટે તમારે તમારા સાધારણ એલપીજી સિલિન્ડરને પરત કરવું પડશે અને તેના બદલે તમારા નામે કમ્પોઝિટ એલપીજી સિલિન્ડરનું કનેક્શન આપવામાં આવશે. આ માટે તમારે કોઈ નવું ડોક્યુમેન્ટ આપવું નહીં પડે. જોકે એ તમારે જાણી લેવું જોઈએ કે ઇન્ડેન કંપોઝિટ સિલિન્ડરનું નવું કનેક્શન લેતા સમયે આપવી પડતી સિક્યોરિટી ડિપોઝિટ સામાન્ય સિલિન્ડર કનેક્શન લેતા સમયે આપવી પડતી ડિપોઝિટની સરખામણીએ વધુ હોય છે. કંપોઝિટ સિલિન્ડર 10 કિલો અને 5 કિલો એમ બે પ્રકારે ઉપલબ્ધ છે. 10 કિલોવાળા કંપોઝિટ સિલિન્ડરની ડિપોઝિટ 3350 રુપિયા છે. જ્યારે 5 કિલોવાળા કંપોઝિટ સિલિન્ડરની ડિપોઝિટ 2150 રુપિયા છે. આ ડિપોઝિટ ફક્ત એકવાર કનેક્શન લેતા સમયે કરવાની રહે છે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, LPG Gas Cylinder, LPG Gas Cylinder Rates

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन