નવી દિલ્હી : નવું વર્ષ (New Year -2022) શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. દેશમાં દર મહીનાની પહેલી તારીખે કોઇના કોઇ નવા ફેરફાર કે નવા નિયમો લાગુ થાય છે. આવામાં એક જાન્યુઆરી 2022થી (Big Changes From 1st january 2022)પણ નવો ફેરફાર કે નવો નિયમ લાગુ થશે. ખાસ કરીને ગ્રાહકોના હિત સાથે જોડાયેલા ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. નવા વર્ષની પ્રથમ તારીખે રસોઇ ગેસમાં કામ આવનારી એલપીજી (LPG cylinder )સિલેન્ડરની કિંમત પર મોટો નિર્ણય થશે. તમને જણાવી દઇએ કે દર મહિનાની પહેલી તારીખે એલપીજીની કિંમતોને લઇને સમીક્ષા બેઠક થાય છે. આવામાં આ વખતે બેઠકમાં એલપીજી સિલેન્ડરની કિંમતમાં વધારાની સંભાવના છે. આવું એટલા માટે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો થોડી વધી છે. જોકે એ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આગામી વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત 5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને જોતા સરકાર પેટ્રોલ-ડીઝલની જેમ ગેસ પણ સસ્તો પણ કરી શકે છે.
નવા વર્ષની પહેલી તારીખ તમારા ઘરની રસોઇથી લઇને તમારા ખિસ્સાનું બજેટ બગાડી શકે છે. આ ફેરકારથી સામાન્ય લોકોની સાથે-સાથે ખાસ લોકોને પણ અસર થશે. નવા વર્ષમાં ખાસ કરીને એલપીજીની કિંમતોને લઇને મોટો નિર્ણય થશે.
દિવાળી પહેલા એલપીજી ગેસની કિંમતમાં વધારો થયો છે. એલપીજીની કિંમતમાં 266 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે આ વધારો કમર્શિયલ સિલેન્ડર પર થયો હતો. ઘરેલું એલપીજી સિલેન્ડરની કિંમતમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. દિલ્હીમાં કમર્શિયલ સિલેન્ડરની કિંમત 2000 રૂપિયાથી વધારે છે. પહેલા આ 1733 રૂપિયા હતી. મુંબઈમાં 19 કિલોનો સિલેન્ડર હાલ 1950 રૂપિયામાં મળી રહ્યો છે.
ડિજિટલ પેમેન્ટને લઇને પણ ફેરફાર થશે
આ સાથે નવા વર્ષમાં ડિજિટલ પેમેન્ટને લઇને પણ મોટો ફેરફાર થશે. તેને લઇને અત્યારથી જ બેંક પોત-પોતાના ગ્રાહકોને જાણકારી આપી રહ્યા છે. ડિજિટલ પેમેન્ટનો વધેલી શુલ્ક મફત માસિક સીમા સમાપ્ત થયા પછી લાગુ થઇ જશે. ઘણી બેંકો હવે 1 જાન્યુઆરી 2022થી મફત સીમાથી વધારે એટીએમ લેવડદેવડ પર કિંમત દર 21 રૂપિયા અને જીએસટી કરી દીધો છે. હવે ગ્રાહકોને પહેલાની સરખામણીમાં વધારે પૈસા આપવા પડશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર