દિવાળી કાઢશે દેવાળું: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે રાંધણગેસના ભાવમાં તોળાતો વધારો

એલપીજી ગેસ સિલિન્ડર

LPG cylinder price hike: 6 ઓક્ટોબરના રોજ એલપીજી ગેસના 14 કિલોગ્રામના બોટલની કિંમત 15 રૂપિયા વધી હતી. એટલું જ નહીં, જુલાઈ 2021થી અત્યારસુધી ગેસની કિંમતમાં 90 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: દિવાળની તહેવાર (Diwali Festivel) નજીક આવી રહ્યો છે. લાગી રહ્યું છે કે આ દિવાળી આમ આદમી માટે ભારે રહેશે. કારણ કે પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel price) આસમાને પહોંચી ગયા છે. ભાવ ઘટવાનું નામ જ નથી લઈ રહ્યા. દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાંધણ ગેસના ભાવ (LPG cylinder price hike)માં પણ સતત વધારો થઈ રહ્યો છે. દર મહિનાની પહેલી તારીખે ગેસ કંપનીઓ એલપીજીના ભાવના નવા ભાવ જાહેર કરતી હોય છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલી નવેમ્બરના રોજ રાંધણ ગેસના ભાવમાં ફરીથી વધારો થશે. એટલે કે દિવાળી પહેલા ફરીથી ભાવ વધી શકે છે. આ પહેલા 6 ઓક્ટોબરના રોજ એલપીજી ગેસના 14 કિલોગ્રામના બોટલની કિંમત 15 રૂપિયા વધી હતી. એટલું જ નહીં, જુલાઈ 2021થી અત્યારસુધી ગેસની કિંમતમાં 90 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. ગેસ કંપનીઓ દાવો કરી રહી છે કે તેઓ હાલ એક સિલિન્ડર પર 100 રૂપિયાનું નુકસાન સહન કરી રહી છે.

    શા માટે વધી રહી છે કિંમત?

    ગેસ કંપનીઓનું કહેવું છે કે હાલ તેમને સિલિન્ડરની એક બોટલ પર 100 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ જ કારણે કિંમતમાં ફરીથી વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. સરકારની મંજૂરી સાથે રસોઈ ગેસની કિંમતમાં વધારો કરવામાં આવી શકે છે.

    કેન્દ્ર સરકાર તરફથી સરકારી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓને રેટેલ ભાવ ખર્ચ પ્રમાણે નક્કી કરવાની મંજૂરી નથી આપવામાં આવી. આ ઉપરાંત આ 100 રૂપિયાના નુકસાનનું અંતર ઓછું કરવા માટે હાલ સરકાર તરફથી કોઈ સબસિડી પણ નથી આપવામાં આવી રહી. આથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત વધતા એલપીજીના વેચાણ પર પ્રતિ સિલિન્ડર નુકસાન 100 રૂપિયા થયું હોવાનું સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દાવો કરી રહી છે.

    આ પણ વાંચો: દિવાળી 100% બગડવાના એંધાણ! શાકભાજીના ભાવ આસમાને, વેપારી ગૃહિણીઓની ચિંતા વધી

    એલપીજી સિલિન્ડરની કિંમત

    બ્રેન્ડ ક્રૂડ ઑઇલની કિંમત હાલ 85.42 ડૉલર પ્રતિ ડૉલર પર પહોંચી ગઈ છે. જ્યારે સાઉદી અરેબિયામાં એલપીજીનો ભાવ 60 ટકા તેજી સાથે 800 ડૉલર પ્રતિ ટન થઈ ગયો છે. હાલ ટેક્નિકલ રીતે કેન્દ્ર સરકાર એલપીજીના ભાવ પર નિયંત્રણ કરી શકે છે. જોકે, આ માટે તેમણે વેચાણ પર નુકસાન ભરપાઈ કરવું પડશે. કોલકાતામાં રાંધણ ગેસની કિંમત 936 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. અમદાવાદમાં ગેસ સિલિન્ડરના ભાવ વધીને 891 રૂપિયા થઇ ગયો છે. દિલ્હી મુંબઈમાં આ ભાવ 998 રૂપિયા થઇ ગયા છે.

    શાકભાજીના ભાવમાં ભડકો

    પેટ્રોલ-ડીઝલ અને રાંઘણ ગેસના ભાવ સામાન્ય લોકોને રડાવી રહ્યા છે ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓ પરેશાન છે. દરેક ઘરમાં જેનો વપરાશ થતો હોય તે ડુંગળી અને ટામેટાની કિંમત ફરી આસમાને પહોંચી છે. અમુક જગ્યાએ ટામેટાની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ છે. જ્યારે ડુંગળીની કિંમત પણ 50-60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.

    આ પણ વાંચો: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યાં, આવતા વર્ષે ભાવ 150 રૂપિયા પ્રતિ લીટર પહોંચવાનો અંદાજ!

    પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો

    IOCL દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દર મુજબ આજે (28 ઓક્ટોબર) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 108.29 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. આ સાથે, ડીઝલનો ભાવ 97.02 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 120.52 રૂપિયા અને ડીઝલ 111.39 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

    >> દિલ્હીમાં પેટ્રોલ રૂ. 108.29 અને ડીઝલ રૂ. 97.02 પ્રતિ લીટર
    >> મુંબઈમાં પેટ્રોલ રૂ. 114.14 અને ડીઝલ રૂ. 105.12 પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ રૂ. 105.13 અને ડીઝલ રૂ. 101.25 પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ રૂ. 108.78 અને ડીઝલ રૂ. 100.14 પ્રતિ લીટર
    >> અમદાવાદ પેટ્રોલ 104.88 અને ડીઝલ ડીઝલ 104.53 પ્રતિ લીટર
    Published by:Vinod Zankhaliya
    First published: