સબસિડી વગરનો ગેસ સિલેન્ડર 59 રૂપિયા અને સબસિડી વાળો 2.89 રૂપિયા મોંઘો થયો

સબસિડી વગરનો ગેસ સિલેન્ડર 59 રૂપિયા અને સબસિડી વાળો 2.89 રૂપિયા મોંઘો થયો

સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 2.89 રૂપિયા વધીને 502.4 રૂપિયા પ્રતિ સિલેન્ડર થઈ ગઈ છે. જ્યારે સબસિડી વગરનો સિલેન્ડર ઓક્ટોબરમાં 59 રૂપિયા મોંઘો થઈ ગયો

 • Share this:
  સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 2.89 રૂપિયા વધીને 502.4 રૂપિયા પ્રતિ સિલેન્ડર થઈ ગઈ છે. જ્યારે સબસિડી વગરનો સિલેન્ડર ઓક્ટોબરમાં 59 રૂપિયા મોંઘો થઈ ગયો છે.

  ઇન્ડિયન ઓઈલે એક નિવેદનમાં કહ્યું હતું કે સિલેન્ડરની કિંમતોમાં આ વધારો ખાસ રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત વધવાથી અને વિદેશી મુદ્રા વિનિમય દરમાં ઉતાર-ચડાવના કારણે કરવામાં આવ્યો છે.

  કંપનીએ જણાવ્યું છે કે સબસિડીવાળા સિલેન્ડરની કિંમત પર વાસ્તવિક પ્રભાવ ફક્ત 2.89 રૂપિયા પ્રતિ સિલેન્ડર પડશે. તેનું મુખ્ય કારણ તેના ઉપર જીએસટી લાગવાનું છે.

  ઓક્ટોબરમાં ગ્રાહકોના ખાતામાં 376.60 રૂપિયા પ્રતિ સિલેન્ડર સબસિડી જમા કરવામાં આવશે, જે સપ્ટેમ્બર 2018માં 320.49 રૂપિયા હતી.

  સરકાર રસોઈગેસની સબસિડી સીધા લાભાર્થીના ખાતામાં પહોંચાડે છે, જોકે ગ્રાહકોએ સિલેન્ડર બજાર મૂલ્યની કિંમત પર ખરીદવો પડે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતના વધારા-ઘટાડા સાથે સબસિડી રકમમાં ફેરફાર થાય છે.
  Published by:Ashish Goyal
  First published: