LPG Cylinder New Prices: 43.50 રૂપિયા મોંઘો થયો LPG ગેસ સિલિન્ડર, અહીં ચેક કરો નવા રેટ્સ

LPG Cylinder Price Hike: મહિનાના પહેલા દિવસે વધ્યો સિલિન્ડરનો ભાવ, જાણો હવે કેટલા રૂપિયામાં મળશે?

LPG Cylinder Price Hike: મહિનાના પહેલા દિવસે વધ્યો સિલિન્ડરનો ભાવ, જાણો હવે કેટલા રૂપિયામાં મળશે?

  • Share this:
    LPG Cylinder Price: આજથી નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ઓક્ટોબર મહિનાના પહેલા દિવસે મોંઘાવારીનો મોટો આંચકો લાગ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) 1 ઓક્ટોબર, 2021થી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં (LPG Gas Cylinder Price) વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને (IOC) 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં (19 kg gas cylinder price hike) 43.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર સુધીનો વધારો કર્યો છે. ત્યારબાદ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (Delhi LPG Cylinder Price) 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1693 રૂપિયાથી વધીને 1736.50 રૂપિયા થઈ ગયો છે.

    જોકે, ઓઇલ કંપનીઓએ સામાન્ય ઉપયોગમાં લેવાતા 14.2 કિલોગ્રામના (14.2 kg gas cylinder price) સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો નથી કર્યો. તેના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ સબ્સિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયા બરકરાર છે. નોંધનીય છે કે, ગત મહિને એટલે કે સપ્ટેમ્બરમાં ઓઇલ કંપનીઓએ ગેસ સિલન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો.

    સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ

    દિલ્હીમાં સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામ સિલિન્ડરનો ભાવ કોઈ ફેરફાર વગર 884.50 રૂપિયા, કોલકાતામાં 911 રૂપિયા, મુંબઈમાં 884.50 રૂપિયા અને ચેન્નઇમાં 900.50 રૂપિયા છે.

    આ પણ વાંચો, Petrol Diesel Price Today: ન મળી રાહત, આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, ફટાફટ કરો ચેક

    19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરના નવા ભાવ

    સરકારી ઓઇલ કંપનીઓએ 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. સૌથી વધુ ભાવવધારો દિલ્હીમાં 43.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. દિલ્હીમાં કિંમત વધીને હવે 1736.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં તેનો ભાવ 35 રૂપિયા વધીને 1805.50 રૂપિયા થઇ ગયો. મુંબઈમાં કિંમત 35.50 રૂપિયા વધીને 1685 રૂપિયા અને ચેન્નઈમાં 36.50 રૂપિયાના વધારા બાદ કિંમત 1867.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

    આવી રીતે ચેક કરો LPG Cylinderની કિંમત

    રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત ચેક કરવા માટે આપને સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે. અહીં કંપનીઓ દરેક મહિને નવા રેટ્સ જાહેર કરે છે. https://iocl.com/Products/IndaneGas.aspx લિંક પર તમે પોતાના શહેરના ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં સ્કિલ્ડ ટ્રેડ્સમેનની વેકન્સી, ધોરણ-10 પાસ કરો અરજી

    વોટ્સએપના માધ્યમથી રિફિલ કરાવી શકાય છે ગેસ સિલિન્ડર

    ઇન્ડેન કંપનીના કસ્ટમર LPG ગેસ સિલિન્ડરનું બુકિંગ 7718955555 પર ફોન કરીને કરાવી શકે છે. આ ઉપરાંત વોટ્સએપ પર REFILL લખીને  7588888824 પર વોટ્સએપ કરો. ગ્રાહકોને માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી જ વોટ્સએપ કરો.
    Published by:Mrunal Bhojak
    First published: