Home /News /business /LPG Cylinder Price: મોંઘવારીનો માર, એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે 100 રૂપિયાનો વધારો
LPG Cylinder Price: મોંઘવારીનો માર, એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે 100 રૂપિયાનો વધારો
એલપીજી સિલિન્ડર
LPG Cylinder Price Hike: મોટાભાગના લોકો આશા રાખતા હતા કે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યની આગામી ચૂંટણીને પગલે મોદી સરકાર પેટ્રોલ-ડીઝલની જેમ રસોઈ ગેસની કિંમતમાં પણ રાહત આપી શકે છે.
મુંબઈ. LPG Cylinder Price: એલપીજીની કિંમત મામલે આમ આદમીને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. આજે LPG સિલિન્ડરની કિંમત (LPG Cylinder price hike)માં એક સાથે 100 રૂપિયાનો વધારો થયો છે. મોટાભાગના લોકો આશા રાખતા હતા કે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યની આગામી ચૂંટણી (Upcoming elections)ને પગલે મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel price)ની જેમ રસોઈ ગેસની કિંમતમાં પણ રાહત આપી શકે છે. જોકે, ગેસ કંપનીઓએ ઘરેલૂ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ જ વધારો નથી કર્યો, તેની કિંમત પહેલાની જેમ સ્થિર રહી છે. આ વધારો ફક્ત કૉમર્શિયલ સિલિન્ડર (Commercial lpg gas cylinder) પર થયો છે. ગત મહિનાની સરખામણીમાં સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે.
કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત
આજે નવી દિલ્હીમાં કૉમર્શિયલ સિલિન્ડરની કિંમત 2,100 રૂપિયાને પાર થઈ ગઈ છે. બે મહિના પહેલા કિંમત 1,733 રૂપિયા હતી પરંતુ 1 ડિસેમ્બર 2021ના રોજ તેની કિંમત 2,101 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં આજે 19 કિલોગ્રામના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2,051 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં 19 કિલોગ્રામના ઇન્ડેન ગેસ સિલિન્ડરની કિંમત 2174.50 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં 19 કિલોગ્રામના કૉમર્શિય ગેસ સિલિન્ડરની કિંમત 2,234 રૂપિયા થઈ ગઈ છે.
છેલ્લા ત્રણ મહિનામાં થયેલો ભાવ વધારો
મહિનો
દિલ્હી
કોલકાતા
મુંબઈ
ચેન્નાઈ
ડિસેમ્બર
2101
2177
2051
2234
નવેમ્બર
2000.5
2073.5
1950
2133
ઓક્ટોબર
1736.5
1805.5
1685
1867.5
ઘરેલૂ LPG સિલિન્ડરની કિંમત
ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. મુંબઈમાં સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. કોલકાતામાં કિંમત 926 રૂપિયા અને ચેન્નાઈમાં કિંમત 915.50 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં 6 ઓક્ટોબર પછી કોઈ જ વધારો કરાયો નથી.
જો તમે SBI ક્રેડિટ કાર્ડ ધારક છો તો 1 ડિસેમ્બરથી EMI શૉપિંગ મોંઘી બનશે. એસબીઆઈના ક્રેડિટ કાર્ડ પર અત્યારસુધી EMI પર ફક્ત વ્યાજ ચૂકવવાનું રહેતું હતું. જોકે, 1 ડિસેમ્બરથી તમારે પ્રૉસેસિંગ ચાર્જ પણ ચૂકવવો પડશે. કાર્ડ ધારકે હવે EMI પર 99 રૂપિયા પ્રૉસેસિંગ ચાર્જ અને તેના પર ટેક્સ ચૂકવવો પડશે.
દૈનિક ઉપયોગમાં આવતી દીવાસળી (Matchbox) ની પેટીની કિંમત 14 વર્ષ પછી વધવા જઈ રહી છે. 1 ડિસેમ્બરથી દીવાસળીની એક પેટીની કિંમત 1 રૂપિયાથી વધીને 2 રૂપિયા થશે. આ પહેલા નિર્માતાઓ દીવાસળીની સાઇઝ નાની કરીને ભાવમાં વધારો ટાળી રહ્યા હતા. નિર્માતાઓની કહેવું છે કે કાચા માલની કિંમત ખૂબ વધી ગઈ હોવાથી ભાવ વધારો જરૂરી બન્યો છે. જોકે, સારી વાત એ હશે કે હવે દીવાસળીની એક પેટીમાં 36ના બદલે 50 દીવાસળી (Matchsticks) હશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર