Home /News /business /

LPG Cylinder price: માઠા સમાચાર લઈને આવ્યો માર્ચ, એલપીજી સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો

LPG Cylinder price: માઠા સમાચાર લઈને આવ્યો માર્ચ, એલપીજી સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો

એલપીજી સિલિન્ડર

LPG Cylinder latest price: સાતમી માર્ચ બાદ ઘરેલૂ એલપીજી સિલિન્ડર ધારકોને પણ મોટો ઝટકો લાગી શકે છે. સાથે સાથે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પણ મોટો વધારો શક્ય. સાતમી માર્ચે ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં મતદાન સંપન્ન થશે.

    નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia-Ukraine war) વચ્ચે આજે એટલે કે પહેલી માર્ચના રોજ એલપીજી સિલિન્ડરની નવી કિંમત (LPG Cylinder latest price) જાહેર કરવામાં આવી છે. સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વધારો ફક્ત કૉમર્શિયલ સિલિન્ડર (Commercial LPG Cylinder)ની કિંમત પર કરવામાં આવ્યો છે. એવી પણ શક્યતા છે કે સાતમી માર્ચ બાદ ઘરેલૂ સિલિન્ડરની કિંમત (Domestic LPG Cylinder)માં પણ વધારો થઈ શકે છે. કારણ કે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) વિધાનસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન ત્રીજી માર્ચ અને સાતમા તબક્કાનું મતદાન સાતમી માર્ચના રોજ યોજાનાર છે. આથી શક્ય છે કે સાતમી માર્ચ બાદ ઘરેલૂ સિલિન્ડરની સાથે સાથે પેટ્રોલ-ડીઝલની કિંમત પણ વધી શકે છે.

    હાલ ઘરેલૂ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નહીં

    છ ઓક્ટોબર, 2021 પછી ઘરેલૂ સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે ભાવમાં વધારો કે ઘટાડો નથી થયો. આ દરમિયાન ક્રૂડ ઓઇલની કિંમત 102 ડોલર પ્રતિ બેરલને પાર થઈ ગઈ છે. ઓક્ટોબર 2021થી ફેબ્રુઆરી 2022 સુધી કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 170 રૂપિયાનો વધારો કરાયો છે. દિલ્હીમાં ઓક્ટોબર 2021માં સિલિન્ડરની કિંમત 1736 રૂપિયા હતી, જે ફેબ્રુઆરી 2022માં વધીને 2012 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ ઘરેલૂ સિલિન્ડર ધારકોને ભાવ ન વધ્યા હોવાની રાહત મળી છે.

    આ પણ વાંચો: માર્ચ સિરીઝ માટે ટોપ 10 શોર્ટ ટર્મ કોલ્સ

    105 રૂપિયાનો વધારો

    આ વખતે કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરાયો છે. આજે એટલે કે 1 માર્ચના રોજ 19 કિલોગ્રામના કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિાયાનો વધારો કરાયો છે. આજે દિલ્હીમાં 19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમત 1907 રૂપિયા હતી જે વધીને 2012 રૂપિયા થઈ છે. કોલકાતામાં ભાવ 1987 રૂપિયા હતો જે વધીને 2095 રૂપિયા થયો છે. મુંબઈમાં ભાવ 1857 રૂપિયાથી વધીને 1963 રૂપિયા થઈ છે.


























































































































    મહિનોદિલ્હીકોલકાતામુંબઈચેન્નાઈ
    માર્ચ 1, 20222012209519632145.5
    ફેબ્રુઆરી 1, 20221907198718572040
    જાન્યુઆરી 1, 20221998.520761948.52131
    ડિસેમ્બર 1, 20212101217720512234.5
    નવેમ્બર 1, 20212000.52073.519502133
    ઓક્ટોબર 1, 20211736.51805.516851867.5
    સપ્ટેમ્બર 1, 202116931770.51649.51831
    ઓગસ્ટ 18, 20211640.51719.515971778.5
    ઓગસ્ટ 1, 202116231701.51579.51761
    જુલી 1, 20211550162915071687.5
    જૂન 1, 20211473.51544.51422.51603
    મે 1, 20211595.51667.515451725.5
    એપ્રિલ 1, 2021164117131590.51771.5
    માર્ચ 1, 202116141681.51563.51730.5
    ફેબ્રુઆરી 25, 20211519158414681634.5
    ફેબ્રુઆરી 15, 20211523.5158914731639.5

    આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડની આ પાંચ સ્કીમોએ બે વર્ષમાં આપ્યું ત્રણ ગણું વળતર

    ઘરેલૂ સિલિન્ડરની કિંમતમાં વધારાની આશંકા

    હાલ પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણીને પગલે છેલ્લા થોડા મહિનાથી ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઓક્ટોબર, 2021થી એલપીજી ગેસની કિંમત સ્થિર છે. સાતમી માર્ચના રોજ મતદાન પૂર્ણ થશે ત્યાર બાદ એવી આશંકા છે કે એલપીજી સિલિન્ડર અને પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવી શકે છે. કારણ કે હાલ ક્રૂડ ઓઇલની કિંમત 102 ડૉલર પ્રતિ બેરલને પાર ચાલી ગઈ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Diesel, LPG, LPG cylinder, Petrol

    આગામી સમાચાર