Home /News /business /

LPG Cylinder Price: એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે 102 રૂપિયાનો ઘટાડો, જાણો નવો ભાવ

LPG Cylinder Price: એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે 102 રૂપિયાનો ઘટાડો, જાણો નવો ભાવ

એલપીજી સિલિન્ડર

LPG Cylinder Price 1st January 2022: આ પહેલા નવેમ્બર મહિનામાં પહેલી તારીખ 19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમતમાં એક સાથે 266 રૂપિયાનો વધારો કરાયો હતો. જે બાદમાં કિંમત 2,000.50 રૂપિયા પર પહોંચી હતી.

    નવી દિલ્હી. LPG Cylinder Price 1st January 2022: નવા વર્ષના પ્રથમ દિવસે થોડી રાહત મળી છે. આજે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price)માં કોઈ વધારો નથી થયો. તો સરકારી ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે 102 રૂપિયાનો ઘટાડો (LPG Cylinder price today) કર્યો છે. જોકે, આ ભાવ ઘટાડો 19 કિલોગ્રામના કૉમર્શિયલ ગેસ સિલિન્ડર (Commercial LPG Cylinder) પર કરવામાં આવ્યો છે. આ સમાચાર હોટલોથી લઈને કૉમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા અન્ય લોકો માટે ચોક્કસ રાહત આપનારા છે. કિંમતમાં ઘટાડા બાદ હવે કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત 1998.50 રૂપિયા થઈ છે. ઉલ્લેખનીય છે કે 31મી ડિસેમ્બર સુધી 19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 2,101 રૂપિયા હતી.

    ઘરેલૂ સિલિન્ડરની કિંમતમાં કોઈ ઘટાડો નહીં

    બીજી તરફ ઘરેલૂ ગેસ સિલિન્ડર એટલે કે 14.2 kg, 5 kg અને 10 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. રસોઈ માટે વપરાતા ગેસ સિલિન્ડરની કિંમત જેમની તેમ રાખવામાં આવી છે.

    આ પહેલા નવેમ્બર મહિનામાં પહેલી તારીખ 19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમતમાં એક સાથે 266 રૂપિયાનો વધારો કરાયો હતો. જે બાદમાં કિંમત 2,000.50 રૂપિયા પર પહોંચી હતી.

    ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમત

    ઘરેલૂ એલપીજી સિલિન્ડર અથવા સબસિડી વાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી. તે પહેલાની કિંમતે ઉપલબ્ધ રહેશે.

    શહેર--------ભાવ (14.2 kg)
    દિલ્હી--------900
    મુંબઈ--------900
    કોલકાતા-----926
    ચેન્નાઈ--------916
    લખનઉ-------938
    જયપુર-------904
    પટના--------998
    ઇન્દોર--------928
    અમદવાદ-----907
    પુણે----------909
    ગોરખપુર-----962
    ભોપાલ-------906
    આગ્રા--------913
    રાંચી---------957

    આ પણ વાંચો: Top picks 2022: બ્રોકરેજ હાઉસ એન્જલ વનની પસંદગીના 14 શેર, 2022માં તમને બનાવી શકે છે માલામાલ

    વર્ષના પ્રથમ દિવસે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ

    સરકારી કંપનીઓએ આશરે એક મહિનાથી પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price today) સ્થિર રાખી છે. આજે વર્ષના પ્રથમ દિવસે (Happy New Year 2022) એટલે કે 1 જાન્યુઆરી 2021ના રોજ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર (Petrol-Diesel price 1 January 2022) કરવામાં આવ્યો નથી. જોકે, હાલ દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર ચાલી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતની સીધી અસર આમ-આદમી પર પડી રહી છે. કેન્દ્ર સરકારે દિવાળીના એક દિવસ પહેલા એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જે બાદમાં અમુક રાજ્યોએ પણ વેટ (VAT)માં ઘટાડાની જાહેરાત કરી હતી. જેના પગલે લોકોને થોડી રાહત થઈ છે. આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 95.41 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત (Diesel price today) 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. (સંપૂર્ણ અહેવાલ વાંચો...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Cylinder, Diesel, LPG, LPG cylinder, Petrol

    આગામી સમાચાર