Home /News /business /LPG Cylinder Price 1 April 2022: LPG સિલિન્ડરની કિંમતમાં એક સાથે 250 રૂપિયાનો વધારો, જાણો નવી કિંમત

LPG Cylinder Price 1 April 2022: LPG સિલિન્ડરની કિંમતમાં એક સાથે 250 રૂપિયાનો વધારો, જાણો નવી કિંમત

એલપીજી સિલિન્ડર

LPG Cylinder Price 1 April 2022: 22 માર્ચથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાની શરૂઆત થઈ છે. આ દિવસે સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો હતો.

    મુંબઇ. LPG Cylinder Price 1 April 2022: આજે નવા નાણાકીય વર્ષનો (New financial year) પ્રથમ દિવસ છે. દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી ગેસ (LPG cylinder price)ની કિંમતમાં ફેરફાર થાય છે. જે પ્રમાણે આજે એલપીજીની નવી કિંમત જાહેર કરવામાં આવી છે. સરકારી ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે 250 રૂપિયાનો વધારો (LPG cylinder price hike) કર્યો છે. આ વધારે ઘરેલૂ સિલિન્ડરની કિંમત પર નહીં પરંતુ કૉમર્શિયલ ગેસ સિલિન્ડર (Commercial gas cylinder price hike) પર કરવામાં આવ્યો છે. એટલે કે ઘરેલૂ ગેસ સિલિન્ડરના ગ્રાહકોને હાલ પૂરતી રાહત મળી છે. જોકે, હજુ 10 દિવસ પહેલા જ ઘરેલૂ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ 22 માર્ચના રોજ કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં નજીવો ઘટાડો થયો હતો.

    મોંઘવારીનો માર


    ઉલ્લેખનીય છે કે 22 માર્ચથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાની શરૂઆત થઈ છે. આ દિવસે સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. જોકે, આજે (1 એપ્રિલ, 2022)ના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા 10 દિવસમાં નવ દિવસ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે 22 માર્ચના વધારા પહેલા એલપીજી ઘરેલૂ સિલિન્ડરની કિંમતમાં છેલ્લે ઓક્ટોબર 2021માં ફેરફાર કરવામાં આવ્યો હતો. આજે એટલે કે વર્ષના પ્રથમ દિવસે દિલ્હીમાં ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા, કોલકાતામાં 976 રૂપિયા, મુંબઈમાં 949.50 રૂપિયા અને ચેન્નાઈમાં 965.50 રૂપિયામાં મળી રહ્યો છે.

    આ પણ વાંચો: બજારમાં ઉથલપાથલ વચ્ચે પેની સ્ટોક્સે રિટેલ રોકાણકારોને કરી દીધા માલામાલ

    19 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો


    19 કિલોગ્રામનો એલપીજી સિલિન્ડર 1 માર્ચે દિલ્હીમાં 2012 રૂપિયામાં રિફિલ થઈ રહ્યો હતો. 22 માર્ચના રોજ તેનો ભાવ ઘટીને 2003 રૂપિયા થયો હતો. જોકે, આજથી દિલ્હીમાં ગેસ સિલિન્ડર માટે 2253 રૂપિયા ખર્ચ કરવા પડશે. કોલકાતામાં હવે 2087ને બદલે 2351 રૂપિયા, મુંબઈમાં 1955ને બદલે 2205 રૂપિયા અને ચેન્નાઈમાં 2138 રૂપિયાને બદલે 2406 રૂપિયા ખર્ચ કરવા પડશે.

    આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધને પગલે સનફ્લાવર તેલનો જથ્થો અટવાયો
    મહિનોદિલ્હીકોલકાતામુંબઈચેન્નાઈ
    1 એપ્રિલ 20222253235122052406
    22 માર્ચ 2022200320871954.52137.5
    માર્ચ 1, 20222012209519632145.5
    ફેબ્રુઆરી 1, 20221907198718572040
    જાન્યુઆરી 1, 20221998.520761948.52131
    ડિસેમ્બર 1, 20212101217720512234.5
    નવેમ્બર 1, 20212000.52073.519502133
    ઓક્ટોબર 1, 20211736.51805.516851867.5

    માર્ચમાં ભાવ વધારો


    ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં ફક્ત 19 કિલોગ્રામના કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો થયો હતો. જે બાદમાં 22 માર્ચના રોજ સિલિન્ડરની કિંમતમાં 9 રૂપિયાનો ઘટાડો થયો હતો. ઓક્ટોબર 2021થી ફેબ્રુઆરી 2022 વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 170 રૂપિયા વધી હતી. દિલ્હીમાં ઓક્ટોબરમાં કૉમર્શિયલ સિલિન્ડરની કિંમત 1736 રૂપિયા હતી. નવેમ્બર 2021માં ભાવ વધીને 2000 થયો હતો. ડિસેમ્બરમાં ભાવ 2021 રૂપિયા થયો હતો. બાદમાં જાન્યુઆરીમાં કિંમત ઘટી હતી. ફેબ્રુઆરીમાં પણ કિંમત ઘટતા કૉમર્શિયલ બોટલની કિંમત 1907 રૂપિયા થઈ હતી. 1 એપ્રિલ, 2022થી કિંમત વધીને 2253 રૂપિયા થઈ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Cylinder, Diesel, LPG, Petrol

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन