LPG Cylinder: 300 રૂપિયા ઓછી કિંમતે મળશે LPG સિલિન્ડર, જાણો કેવી રીતે
LPG Cylinder: 300 રૂપિયા ઓછી કિંમતે મળશે LPG સિલિન્ડર, જાણો કેવી રીતે
એલપીજી સિલિન્ડર પર સબસિડી ફરી શરુ.
LPG Gas Subsidy: આ પહેલા ગેસની બોટલ પર મળતી સબસિડીની રકમ ઘટાડીને 20થી 30 રૂપિયા કરી દેવામાં આવી હતી. જોકે, હાલ તે રકમ વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે.
મુંબઈ: ઘરેલૂ ગેસ (LPG cylinder)ની કિંમત સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. દેશમાં અમુક જગ્યાએ તેનો ભાવ 1,000 રૂપિયા સુધી પહોંચવા આવ્યો છે. જોકે, અહીં બતાવેલી રીતથી તમે સિલિન્ડર પર 300 રૂપિયા બચાવી (Save Rs 300 on LPG cylinder) શકો છો. જે લોકો ગેસની બોટલ પર 300 રૂપિયાનો લાભ લેવા માંગે છે તેમણે સબસિડી (LPG cylinder Subsidy) માટે અરજી કરવાની રહેશે. સરકારે એલપીજી બોટલ પર ફરીથી સબસિડી શરૂ કરતા દેશના અનેક પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે.
ક્યારેક એલપીજી સિલિન્ડરની કિંમત 564 રૂપિયા હતી
ક્યારેક ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયા હતો, જેની કિંમત આજે 834 રૂપિયા છે. સરકારે સબસિડીની ફરી શરૂ કરતા જે લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા તેમને તાત્કાલિક રાહત મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ગ્રાહકોએ પોતાના બેંક ખાતાને આધાર કાર્ડ (Aadhaar) સાથે લિંક કરવાનું રહેશે.
આ પહેલા ગેસની બોટલ પર મળતી સબસિડીની રકમ ઘટાડીને 20થી 30 રૂપિયા કરી દેવામાં આવી હતી. જોકે, હાલ તે રકમ વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે. જે લોકોએ ઉજ્જવલા સ્કિમ હેટળ ગેસ સિલિન્ડર ધરાવે છે તેમને સબસિડીનો સૌથી વધારે લાભ મળશે. આ પહેલા તેમને 174.86 રૂપિયા સબસિડી તરીકે મળતા હતા. હવેથી તેમને 312.48 રૂપિયા મળશે.
આધાર કાર્ડને બેંક ખાતા સાથે કેવી રીતે લિંક કરવું
- જે લોકો ઇન્ડેન LPG કનેક્શન ધરાવે છે તેઓ આ માટે cx.indianoil.in વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
- ભારત ગેસના ગ્રાહકો કંપનીની વેબસાઇટ ebharatgas.com પર જઈને વિગત તપાસી શકે છે.
- તમે તમારી બેંકની મુલાકાત લઈને પણ તમારા આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરાવી શકો છો.
સરકાર ગેસ સબસિડી સીધી જ ગ્રાહકના બેંક ખાતામાં જમા કરે છે. વર્ષે 14.2 કિલોગ્રામની 12 બોટલ પર સબસિડી મળે છે. 12થી વધારે બોટલ લેવા પર બજાર ભાવે બોટલ પૂરી પાડવામાં આવે છે. તમારા ખાતામાં એલપીજી સબસિડી આવી છે કે નહીં તે તપાસવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો:
- http://mylpg.in/ પર જાઓ. તમારું એલપીજી આઈડી દાખલ કરો.
- તમે જે કંપનીનું સિલિન્ડર વાપરો છો તેના આધારે અમુક જાણકારી આપવી પડશે.
- 17 અંકનું એલપીજી આઈડી અને રજિસ્ટર મોબાઇલ નંબર દાખલ કરો.
- કેપ્ચા કોડ લખો અને આગળ વધો.
- તમારા મોબાઇલ નંબર પર એક OTP પ્રાપ્ત થશે.
- હવે તમારે તમારું ઈમેઇલ આઈડી દાખલ કરવું પડશે અને પાસવર્ડ બનાવવો પડશે.
- તમારા ઇમેઇલ આડી પર લિંક આવશે. જેના પર ક્લિક કરવાની રહેશે.
- તમારા mylpg.in એકાઉન્ટમાં લોગીન કરો.
- હવે વ્યૂસિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી/સબસિડી ટ્રાન્સફરના વિકલ્પ પર ક્લિક કરો.
જો તમારી પાસે LPG આઈડની નથી તો તમે 17 આંકડાના એલપીજી નંબરની નીચેના વિકલ્પ પર ક્લિક કરો. તમારે ભારત ગેસ, એચપી ગેસ અથવા ઇન્ડેનમાંથી એકની પસંદગી કરવાની રહેશે. બાદમાં આ પેજ પર થોડી વિગત ભરવી પડશે. વિગત ભરતા જ તમને એલપીજી આઈડી મળી જશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર