ગેસ એજન્સી પાસે અપડેટ કરાવી લો આ બે જાણકારી, નહીં તો નહીં મળે LPG રસોઈ ગેસ

પ્રતિકાત્મક તસવીર

નવી સિસ્ટમ હેઠળ જ્યારે સિલિન્ડર લઈને ડિલિવરી બોય તમારા ઘરે આવશે તો તેમને એક OTP બતાવવો પડશે.

 • Share this:
  નવી દિલ્હી : આજથી એટલે કે, 1 નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરીની પુરી પ્રોસેસ બદલાઈ જવાની છે. ડોમેસ્ટિક સિલિન્ડરની ચોરી રોકવા માટે અને સાચા કસ્ટમરની ઓળખ માટે તેલ કંપનીઓ નવી એલપીજી સિલિન્ડરની ડિલિવરી સિસ્ટમ લાગુ કરવાની છે. આ નવી સિસ્ટમ હેઠળ જ્યારે સિલિન્ડર લઈને ડિલિવરી બોય તમારા ઘરે આવશે તો તેમને એક OTP બતાવવો પડશે. ત્યારબાદ જ સિલિન્ડર આપવામાં આવશે. તો આવો આ નવા નિયમ વિશે જાણીએ.

  રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે ઓટીપી

  સરકારી તેલ કંપનીઓ અનુસાર, એક નવેમ્બરથી દેશના 100 સ્માર્ટ સિટીમાં ગેસની ડિલિવરી માટે વન ટાઈમ પાસવર્ડ ફરજિયાત થઈ ગયો છે. આ નવી સિસ્ટમને DAC એટલે કે, ડિલિવરી ઓથેન્ટિકેશન કોડનું નામ આપવામાં આવ્યું છે. હવે માત્ર બુકિંગ કરાવી લેવાથી ગેસની બોટલ નહીં મળી જાય. પરંતુ, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ મોકલવામાં આવશે. તે કોડ જો તમે ડિલિવરી બોયને બતાવશો નહીં ત્યાં સુધી ડિલિવરી બોય ગેસની બોટલ આપશે નહીં.

  એડ્રેસ અને મોબાઈલ નંબર એપડેટ કરાવવું ફરજિયાત

  નવી સિલિન્ડર ડિલિવરી પોલીસીમાં એવા કસ્ટમરની મુશ્કેલી વધી જશે જેમનું એડ્રેસ કોટું છે અને મોબાઈલ કોટો છે. આ કારણે આવા લોકોની સિલિન્ડર ડિલિવરી રોકી શકાય છે. ઓઈલ કંપની દ્વારા બધાને સલાહ આપવામાં આવી છે કે, પોતાનું નામ, એડ્રેસ અને મોબાઈલ નંબર અપડેટ કરાવી લો. જેથી ગેસની ડિલિવરી મેળવવામાં કોઈ પરેશાની ન રહે. જોકે, આ નિયમ કોમર્શિયલ સિલિન્ડર પર લાગુ નહીં પડે.

  જાહેર કરાયાનવા ભાવ

  એક તરફ બજારમાં બટાકા, ડુંગળીથી લઈને દાળોના ભાવમાં વધારાની વચ્ચે સામાન્ય જનતા માટે આ રાહતની વાત માનવામાં આવી રહી છે. જોકે, 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં 78 રૂપિયા સુધીનો વધારો થયો છે. આ પહેલા છેલ્લી વાર 14 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલેન્ડરના ભાવમાં જુલાઈ 2020માં 4 રૂપિયાનો વધારો થયો હતો. બીજી તરફ તેનાથી જૂન દરમિયાન દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબસિડી વગરના એલપીજી સિલેન્ડર 11.50 રૂપિયા મોંધો થયો હતો. જ્યારે મે મહિનામાં 162.50 રૂપિયા સુધી સસ્તો થયો હતો. ચેક કરો નવા ભાવ (LPG Price in India 01 October 2020)- દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની IOCની વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવ મુજબ દિલ્હીમાં સિલેન્ડરના ભાવ સ્થિર રહ્યા છે. ગયા મહિને એટલે કે ઓક્ટોબર મહિનામાં જે ભાવ હતા તે જ નવેમ્બર મહિના માટે રહેશે.
  Published by:kiran mehta
  First published: