Home /News /business /મોંઘવારીની આગમાં શેકાતા લોકોને મળશે રાહત, સિલિન્ડરના ભાવમાં ઘટાડો

મોંઘવારીની આગમાં શેકાતા લોકોને મળશે રાહત, સિલિન્ડરના ભાવમાં ઘટાડો

એલપીજી સિલિન્ડર ગ્રાહકોને થોડીક રાહત મળશે

LPG cylinder new rate: એલપીજી સિલિન્ડર ગ્રાહકોને થોડીક રાહત મળશે. આજે કંપનીઓએ સિલિન્ડરની કિંમતો જાહેર કરી છે.

નવી દિલ્હી: મોંઘવારીનો માર સહન કરી રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. એલપીજી સિલિન્ડર (LPG cylinder) ગ્રાહકોને થોડીક રાહત મળશે. આજે કંપનીઓએ સિલિન્ડરની કિંમતો જાહેર કરી છે. ઇન્ડિયન ઓઇલના સિલિન્ડર (indian oil cylinder)ના ભાવમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કિંમત કોમર્શિયલ સિલિન્ડર એટલે કે 19 કિલોના સિલિન્ડર પર ઘટાડવામાં આવી છે. જ્યારે 14 કિલોના ઘરેલૂ સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સિલિન્ડરના નવા ભાવ (LPG cylinder new rate)

આજથી દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2,012.50 રૂપિયાની જગ્યાએ 1976.50 રૂપિયા થઇ ગઇ છે. કંપનીઓએ કિંમતમાં 36 રૂપિયા સુધી ઘટાડો કર્યો છે. અગાઉ કોલકાતામાં તેનો ભાવ 2132 રૂપિયા હતો, જ્યારે નવી કિંમત 2095.50 રૂપિયા થઇ છે. મુંબઇમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1936.50 રૂપિયા અને ચેન્નઇમાં 2141 રૂપિયા થઇ ગઇ છે.

આ પણ વાંચો: આજથી બદલવા જઇ રહ્યા છે આ પાંચ નિયમો, સામાન્ય માણસના ખિસ્સા પર વધશે ભારણ

ઘરેલૂ સિલિન્ડરના ભાવ યથાવત

ઘરેલૂ 14 કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો કરાયો નથી. તેના રેટમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા, કોલકાતામાં 1079 રૂપિયા અને ચેન્નઇમાં 1068.50 રૂપિયા અને મુંબઇમાં 1053 રૂપિયા છે. અત્યારે 6 જુલાઇના ભાવે સિલિન્ડર મળી રહ્યું છે. કંપનીઓએ 6 જુલાઇએ ભાવ વધારો કર્યો હતો.
First published:

Tags: Business news, Gujarat News, LPG cylinder, LPG Cylinder New Price

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો