LPG Cylinder Cashback: પૉકેટ્સ એપથી બુક કરો ગેસ સિલિન્ડર મેળવો 50 રૂપિયા કેશ બેક

પ્રતિકાત્મક તસવીર

પૉકેટ્સ એપથી (Pockets App) તમે ગેસ સિલિન્ડર ઉપરાંત કોઈ પણ ચીજનું 200 રૂપિયાથી વધુ પેમેન્ટ કરશો તો 10 ટકા કેશબેક મળશે

  • Share this:
    નવી દિલ્હી : કોરોનાકાળમાં સામાન્ય જનતા ખાણી-પીણીથી લઈને રસોઈ સિલિન્ડરની (LPG Cylinder) કિંમતોથી પરેશાન છે ત્યારે લોકો હંમેશા પેમેન્ટ માટે કેશબેક મેળવવાની ફિરાકમાં હોય છે. જો તમે 14.2 કિલોગ્રામના ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવવા માંગતા હોય તો તમારે રૂપિયૈા 834.50 પેમેન્ટ કરવું પડે છે પરંતુ અમે તમને એક એવી ઑફર વિશે માહિતી આપી રહ્યા છીએ જેના દ્વારા તમને 50 રૂપિયાનો ફાયદો થશે. ડિજિટલ સુવિધા આપનારી પૉકેટ્સ એપ (Pockets App)દ્વારા કેશબેક સ્કિમ મુકવામાં આવી છે જેમાં તમે 10 ટકા કેશબેક મેળવી શકો છો. જોકે આ મર્યાદા મહત્તમ 50 રૂપિયાના કેશબેક સુધી મળે છે. આ એપ છે આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank)ની પૉકેટ્સ એપ (Pockets App)

    જો તમે પોકેટ્સ એપ્લિકેશન દ્વારા 200 કે તેથી વધુ રૂપિયાના ગેસ બુકિંગ સહિતના કોઈપણ પ્રકારનાં બિલ ચુકવણી કરો છો તો તમને 10 ટકા સુધીનું કેશબેક મળશે. ઑફર મેળવવા માટે ગ્રાહકોને કોઈપણ પ્રોમોકોડ દાખલ કરવાની જરૂર નથી. જો કે, આ ઑફર દ્વારા તમે મહત્તમ 50 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો.

    આ પણ વાંચો : Ginger Hotels IPO: ટાટા ગ્રુપની હોટેલ કંપની પોતાની જીંજર બ્રાન્ડ માટે લાવશે IPO, જાણો ડિટેલ્સ

    આ ઑફર પોકેટ્સ એપ્લિકેશન દ્વારા મહિનાના 3 બીલની ચુકવણી પર જ માન્ય રહેશે. ઉપરાંત, પ્રતિ કલાક ફક્ત 50 વપરાશકર્તાઓ આ ઑફરનો લાભ લઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે તમે બિલ ચુકવણી પર એક મહિનામાં વધુમાં વધુ 1 ઇનામ / કેશબેક અને એક મહિનામાં 3 ઇનામ / કેશબેક જીતી શકો છો.

    આ પણ વાંચો : ખુશખબર! ભારતમાં આગલા વર્ષે લોકોના પગારમાં થઈ શકે છે મોટો વધારો, જાણો કારણો

    આવી રીતે કરો બુકિંગ

    1.Pockets ઓપન કરો
    2. ત્યારબાદ તેમાં Recharge and Pay Bills સેક્શનમાં જઈ અને Pay Bills પર ક્લિક કરો
    3. ત્યારબાદ Choose Billersમાં જઈને More ઓપ્શન પર ક્લિક કરો
    4.હવે તમને એલપીજીનો ઓપ્શન જોવા મળશે.
    5. ત્યારબાદ સર્વિસ પ્રોવાઇડર પસંદ કરી તમારો મોબાઇલ નંબર એન્ટર કરો
    6. તમને સિસ્ટમ દ્વારા બૂકિંગ એમાઉન્ટ દર્શાવવામાં આવશે.
    7. હવે બૂકિંગ એમાઉન્ટનું પેમેન્ટ કરવાનું રહેશે.
    8. ટ્રાન્ઝેક્શન બાદ તુરંત જ 10 ટકા કેશબેક 50 રૂપિયાની મહત્તમ મર્યાદામાં મળી જશે.
    Published by:Jay Mishra
    First published: