ગ્રાહકો માટે LPG સિલિન્ડર બુક કરાવવો વધુ સરળ બન્યો છે. ગ્રાહકો હવે મિસ્ડકોલ અને Whatsapp દ્વારા સિલિન્ડર બુક કરાવી શકશે. જોકે, આ સુવિધા માત્ર ઇન્ડિયન ઓઈલની ઈન્ડેન ગેસના ગ્રાહકોને જ મળશે. જે અંતર્ગત ગ્રાહકો હવે પોતાના રજીસ્ટર્ડ નંબરથી મિસકોલ કરીને સિલિન્ડર બુક કરાવી શકશે. ઇન્ડેન ગેસના જણાવ્યા અનુસાર હવે એવા ગ્રાહકોને સરળતા રહેશે જેઓ IVRS પદ્ધતિ દ્વારા બુકીંગ કરવા કુશળ નહોતા.
આ નંબર પર કરો મિસકોલ
LPG સિલિન્ડર મેળવવા માટે ઇન્ડેન ગેસના ગ્રાહકો કોઈપણ જગ્યાએથી 8454955555 નંબર પર મિસકોલ કરીને સિલિન્ડર બુક કરાવી શકશે. આનાથી કોલ કરવામાં જે સમય ખર્ચ થતો હતો તેમાં બચત થશે. સાથે જ ગ્રાહકોને કોલ કરવાના પૈસાની પણ બચત થશે.
ગેસ સિલિન્ડર Whatsapp દ્વારા મેસેજ કરીને પણ બુક કરાવી શકાય છે. આ માટે દરેક ગેસ કંપનીએ નંબર જાહેર કર્યો છે. આ માટે તમારે ગેસ કંપનીના નંબર પર REFILL ટાઈપ કરીને મોકલવાનું રહેશે. એટલું જ નહીં Whatsappની મદદથી સ્ટેટસ પણ જાણી શકાય છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ઇન્ડેન ગેસ એજન્સીના ગ્રાહકોએ તેમના રજીસ્ટર્ડ નંબર પરથી REFILL ટાઈપ કરીને 7588888824 નંબર ર વ્હોટ્સએપ મેસેજ સેન્ડ કરવાનો રહેશે.
આ રીતે જાણો સ્ટેટસ
જો તમારો સિલિન્ડર બુક થઇ ગયો છે અને તમે સ્ટેટસ જાણવા માંગો છો તો વ્હોટ્સએપ પર આ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે રજીસ્ટર્ડ મોબાઈલથી STATUS# ટાઈપ કરીને ઓર્ડર નંબર ટાઈપ કરો અને તેને 7588888824 નંબર પર સેન્ડ કરી દો. દા.ત, જો તમારો બુકીંગ નંબર 12345 છે, તો STATUS#12345 ટાઈપ કરીને 7588888824 પર વ્હોટ્સએપ મેસેજ કરી ડો. અહીં એ વાતનું ધ્યાન રાખવું કે STATUS# અને 12345 વચ્ચે સ્પેસ નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર