Home /News /business /LPG Cylinder Price: આજે 1 સપ્ટેમ્બરથી ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો

LPG Cylinder Price: આજે 1 સપ્ટેમ્બરથી ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો

એલપીજી સિલિન્ડર

LPG Cylinder Price Today: આજથી એટલે કે 1 સપ્ટેમ્બર 2022થી તમારા ખિસ્સાનો એક ભાર તો થોડો ઓછો થસે તે પાક્કું છે. કારણ કે આજથી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો થયો છે.

    નવી દિલ્હીઃ એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી 100 રુપિયાનો ઘટાડો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આજથી એટલે કે 1 સપ્ટેમ્બરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. હવે કંપનીઓએ જણાવ્યા મુજબ ઇન્ડેનનું કોમર્શિયલ સિલિન્ડર દિલ્હીમાં 91.50, કોલકાતામાં 100, મુંબઈમાં 92.50 અને ચેન્નઈમાં 96 રુપિયા સસ્તું થઈ ગયું છે.

    આ બિઝનેસ શરૂ કરવા સરકાર આપશે 75 ટકાની લોન, મહિને કરી શકશો રૂ. 75 હજારની બંપર કમાણી

    કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો


    કંપનીઓએ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. જ્યારે ઘરમાં વપરાત રસોઈ ગેસાના સિલિન્ડરની કિંમતો હજુ પણ 6 જુલાઈના રોજ અપડેટ થયેલા ભાવ પર જ ટકી રહી છે. ઘરેલુ ગેસ સિલિન્ડર માટે ગેસ અને તેલ કંપનીઓએ છેલ્લે 6 જુલાઈ 2022ના રોજ કિંમતોમાં રુ. 50નો ઘટાડો કર્યો હતો.

    Stock market: આજે બજારમાં ઘટાડાની એક્સપર્ટ્સને આશંકા, કેમ તેજીમાં પણ વેચવાલી કરશે રોકાણકારો?

    19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના નવા રેટ


    આજથી દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ રસોઈ ગેસના એલપીજી સિલિન્ડર માટે હવે રુ.1976.50ની જગ્યાએ માત્ર 1885 રુપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે કોલકાતામાં રુ.2095.50 રુપિયાની જગ્યાએ તમારે ફક્ત રુ.1995.50 ચુકવવા પડશે. જ્યારે મુંબઈમાં ગ્રાહકોએ રુ.1936.50ની જગ્યાએ 1844 રુપિયા આપવા પડશે, તો ચેન્નઈમાં 2141 રુપિયાની જગ્યાએ 2045 રુપિયા આપવા પડશે.

    Post Office : 10 વર્ષથી મોટા બાળકનું ખોલો એકાઉન્ટ, ભવિષ્ય બનશે ઉજ્જવળ, દર મહિને થશે કમાણી

    સતત પાંચમીવાર ઓછા થયા કોમર્શિલ સિલિન્ડરના ભાવ


    કોર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ સતત પાંચમીવાર ઘટાડો થયો છે. 19 મે 2022ના રોજ 2354 રુપિયાની રેકોર્ડ કિંમતે પહોંચનાર ગેસ સિલિન્ડર 1 જૂનના રોજ 2219 રુપિયાનું થયું હતું. તેના પછી એક મહિના બાદ સિલિન્ડરની કિંમતોમાં 98 રુપિયાનો ઘટાડો થયો હતો અને તેની કિંમત રુ.2021 થઈ ગઈ હતી. જે બાદ 6 જુલાઈના રોજ તેલ કંપનીઓએ આ સિલિન્ડરની કિંમત ફરી ઘટાડી અને 2012.50 રુપિયા કરી દીધી. 1 ઓગસ્ટથી આ સિલિન્ડર 1976.50 રુપિયાનું મળવા લાગ્યું. તેમજ હવે નવા ઘાટાડ સાથે 1 સપ્ટેમ્બરથી આ સિલિન્ડરની કિંમત 1885 રુપિયા થઈ ઘઈ છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત ઘટાડાથી સામાન્ય માણસને મોંઘવારીના મોરચે રાહત મળી છે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gas Cylinder Price, LPG gas, LPG Gas Cylinder Rates

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन