Home Loan: સપનાનું ઘર ખરીદવું શક્ય થશે, આ બેન્કોમાં મળી રહી છે સસ્તી હોમ લોન

ખૂબ જ સારી તકઃ કેટલીક બેન્કો 7 ટકાથી પણ ઓછા વ્યાજ દરે હોમ લોન આપી રહી છે

ખૂબ જ સારી તકઃ કેટલીક બેન્કો 7 ટકાથી પણ ઓછા વ્યાજ દરે હોમ લોન આપી રહી છે

  • Share this:
    નવી દિલ્હીઃ ઘણા બધા લોકો ઘર ખરીદવા માટે હોમ લોન (Home Loan)ની મદદ લે છે. જો તમે પણ હોમ લેવાનું વિચારી રહ્યા છો તો તમે વ્યાજ દર ચોક્કસ ધ્યાનમાં રાખશો. આ ઘટતા વ્યાજ દરની વ્યવસ્થામાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) અને એચડીએફસી લિમિટેડ (HDFC Ltd) સહિત લગભગ તમામ બેન્કોએ પોતાની હોમ લોનના દરોમાં ઘટાડો કર્યો છે. કેટલીક બેન્કોના દર 7 ટકાથી પણ નીચે આવી ગયા છે જે હોમ લોન લેનારા માટે ખૂબ જ સારી તક પુરવાર થઈ શકે છે. આવો જાણીએ કઈ બેન્કો છે જ્યાં 7 ટકાથી ઓછા વાર્ષિક વ્યાજ દર પર હોમ લોન (Cheapest Home Loans) આપવામાં આવી રહી છે.

    રિઅલ એસ્ટેટ સેક્ટરે પણ કિંમતોમાં સુધાર કર્યો છે. આ તમામ બાબતોથી હાલના હાઉસિંગ માર્કેટ ખરીદારોને આકર્ષિત કરી રહી છે. તેથી જો આપની પાસે જરૂરી માર્જિન રકમ, સ્થિર આવક અને પર્યાપ્ત બચત છે તો તમે ઓછા વ્યાજ દરો અને ઓછી પ્રોપર્ટીની કિંમતોનો ફાયદો લઈને ઘર ખરીદી શકો છો.

    આ બેન્કોમાં સૌથી ઓછા વ્યાજ દરે મળી રહી છે હોમ લોન...

    - બેન્ક ઓફ બરોડા- 6.85 ટકા
    - બેન્ક ઓફ ઈન્ડિયા- 6.95 ટકા
    - સેન્ટ્રલ બેન્ક- 6.85 ટકા
    - કેનેરા બેન્ક- 6.90 ટકા
    - પંજાબ એન્ડ સિંધ બેન્ક- 6.90 ટકા
    - યૂકો બેન્ક- 6.90 ટકા
    - એચડીએફસી લિમિટેડ- 6.90 ટકા
    - એચડીએફસી બેન્ક- 6.80 ટકા
    - સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા- 6.80 ટકા
    - આઇસીઆઇસીઆઇ બેન્ક- 6.90 ટકા
    - પંજાબ નેશનલ બેન્ક- 6.80 ટકા

    આ પણ વાંચો, Budget 2021: વર્ક ફ્રોમ હોમ કરનારા કર્મચારીના હાથમાં આવી શકે છે વધુ સેલરી, જાણો કેવી રીતે

    લોન લેતી વખતે આ બાબતોનું પણ ધ્યાન રાખો

    હોમ લોન લેતી વખતે માત્ર ઓછા વ્યાજ દરો પર જ ધ્યાન ન આપવું જોઈએ. વ્યાજ દરો ઉપરાંત આપને લેન્ડર્સની વિશ્વસનીયતા અને અન્ય ચાર્જિસની પણ તપાસ કરવી જોઈએ, જે દરેક બેન્કમાં અલગ-અલગ હોઈ શકે છે. ક્રેડિટ સ્કોરમાં ફેરફારની સાથે રિસ્ક પ્રીમિયમમાં પણ ફેરફાર આવી શકે છે. તો જો તમે હોમ લોન લીધી છે તો ક્રેડિટ કાર્ડની ચૂકવણીમાં વિલંબ જેવી બેદરકારીથી તમે હોમ લોન EMIનું ભારણ વધારી શકો છો. તેથી તમે ક્વાર્ટર મુજબ પોતાનો ક્રેડિટ સ્કોર ચેક કરતા રહો.

    આ પણ જુઓ, હાથીનું મોત થતાં સૂંઢ પકડીને રડવા લાગ્યો ફોરેસ્ટ રેન્જર, Video જોઈ તમે પણ થઈ જશો ભાવુક

    ક્રેડિટ સ્કોર પણ ધ્યાન રાખો

    બીજી બાબત, જે લોકોએ ધ્યાન રાખવી જોઈએ જે છે તેમનો ક્રેડિટ સ્કોર.જે હવે પહેલાથી વધુ જરૂરી થઈ ગયો છે. સમજવાની જરૂર છે કે બેન્કો દ્વારા રજૂ કરવામાં આવેલા રેપો રેટથી લિંક્ડ હોમ લોનમાં ક્રેડિટ રિસ્ક માર્જિન પણ સામેલ હોય છે. બેન્ક બજાર મુજબ, તેનો અર્થ છે કે સૌથી ઓછા વ્યાજ દરો સામાન્ય રીતે તે યોગ્ય અરજદારોને માટે હશે, જેમનો ક્રેડિટ સ્કોર સારો છે. (750, 800થી વધુ)
    Published by:Mrunal Bhojak
    First published: