Home /News /business /એક સમયે રુપિયા ઉધારમાં શોધવા નીકળતા, આજે તુલસીની ખેતીથી કરે છે લાખોમાં કમાણી

એક સમયે રુપિયા ઉધારમાં શોધવા નીકળતા, આજે તુલસીની ખેતીથી કરે છે લાખોમાં કમાણી

તુલસીની ખેતી કરીને નાનકડી જગ્યામાં પણ લાખોની કમાણી થઈ શકે છે.

Low Investment Business: છેલ્લા કેટલાક વર્ષોથી અનિશ્ચિત વાતાવરણ વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા છે કે પાક ક્યો લેવો, કારણ કે પરંપરાગત ખેતીમાં સતત નુકસાન વધી રહ્યું છે. ત્યારે કેટલાક ખેડૂતો અલગ અલગ પ્રકારના નવા પ્રયોગ કરતાં થયા છે. આવો જ એક અલગ પ્રયોગ કરીને યુપીના નદીમ ખાન પોતાના નાનકડા ખેતરમાંથી વર્ષે 10 લાખ રુપિયા સુધીની કમાણી કરે છે, આ પ્રયોગ એટલે તુલસીની ખેતી.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ જો કે દેશના ઘણા ખેડૂતો તુલસીની ખેતી કરીને સારો નફો કમાઈ રહ્યા છે, પરંતુ તુલસીએ યુપીના પીલીભીતમાં રહેતા નદીમ ખાનનું જીવન બદલી નાખ્યું છે. નદીમ ખાન અગાઉ તેમની સામાન્ય ખેતીમાંથી વધુ કમાણી કરી શકતા નહોતા, હવામાન અને જીવાતોના પ્રકોપને કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.  ઘણી વખત એવું બનતું હતું કે તેઓ એક પાક લેવા માટે જેટલી મૂડી રોકતા હતા, તે કાઢવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. નદીમ ખાને જ્યારથી તુલસીની ખેતી કરવાનું શરૂ કર્યું ત્યારથી તેમનું જીવન બદલાઈ ગયું છે.

  આ પણ વાંચોઃ ખૂબ જ ઓછાં રોકાણમાં કરો આ બિઝનેસ, લાખો રુપિયા આવક અને સરકાર આપશે 90% સબસિડી

  તુલસીની ખેતીએ કિસ્મત બદલી


  નદીમ ઉત્તર પ્રદેશના પીલીભીતના પુરનપુર બ્લોકના શેરપુર કાલા ગામમાં તુલસીની ખેતી કરે છે. ખેતીમાં અવનવા પ્રયોગો કરનારા જયેન્દ્ર સિંહે નદીમને તુલસીની ખેતી કરવા પ્રેરિત કર્યા. આ પછી તેણે પોતાના ખેતરમાં તુલસીના કેટલાક બીજ નાખ્યા. થોડા અઠવાડિયાની સિંચાઈ પછી તુલસીના છોડ તૈયાર થઈ ગયા હતા. પાક તૈયાર થયા પછી તેમણે છોડને કાપીને સૂકવ્યા અને પછીથી તેને સારી કિંમતે બજારમાં વેચી દીધા.

  છેલ્લા 8 વર્ષથી આ ટ્રેન્ડ સતત ચાલી રહ્યો છે. હાલમાં નદીમ તુલસીની ખેતીથી વાર્ષિક ₹10 લાખ સુધીની કમાણી કરી રહ્યા છે. ડાબર, પતંજલિ, હમદર્દ, બૈદ્યનાથ, ઊંઝા, ઝંડુ જેવી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ તુલસીના પાન અને છોડ ₹7000 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદે છે.

  તુલસીના પાકનો ખર્ચ નહિવત છે. એકંદરે, તુલસીની ખેતી ખેડૂત માટે કમાણીનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આયુર્વેદથી લઈને હોમિયોપેથી સુધી તુલસીની ઘણી માંગ છે અને તુલસીનો પાક તરત જ વેંચાય જાય છે.

  આ પણ વાંચોઃ Corporate Bonds : શું છે કોર્પોરેટ બોન્ડ્સ, તેમાં કેવી રીતે રોકાણ કરવું?

  પ્રતિ વિઘા કેટલો પાક ઉતરે અને કેટલો ખર્ચ થાય


  1 વીઘામાં તુલસીની ખેતી પર મહત્તમ 5 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. પ્રતિ વિઘા દોઢથી બે ક્વિન્ટલ ઉપજ મળે છે. જે પછી આયુર્વેદિક અને દવા બનાવતી કંપનીઓ ખેડૂતો પાસેથી 7-10 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે તુલસી ખરીદે છે. જેના કારણે ખેડૂતોને સારો એવો નવો થાય છે

  જાણો કેવી રીતે થાય છે તુલસીના છોડની ખેતી


  રેતાળ લોમ જમીન તુલસીની ખેતી માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. તેની ખેતી માટે, સૌ પ્રથમ, જૂન-જુલાઈમાં બીજ દ્વારા નર્સરી તૈયાર કરવામાં આવે છે. નર્સરી તૈયાર થયા પછી તેનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. રોપણી દરમિયાન બે છોડની લાઇનથી લાઇનનું અંતર 60 સે.મી. અને છોડથી છોડનું અંતર 30 સે.મી. રાખવામાં આવે છે. તુલસીનો પાક 100 દિવસમાં તૈયાર થઈ જાય છે, ત્યારબાદ લણણી પ્રક્રિયાને અનુસરવામાં આવે છે.

  આ પણ વાંચોઃ 5G એટલે શું? મનોરંજન, હેલ્થ, ઇકોનોમી અને શિક્ષણને સહિતના સેક્ટરને 5Gથી શું ફાયદો થશે?

  આ છોડની સૌથી મહત્વની બાબત છે


  - છોડને વધુ કાળજી લેવાની જરૂર નથી
  - 100 દિવસમાં કાપણી
  - ઓછા ખર્ચે વધુ નફો
  - ઓછા ખર્ચમાં વધુ નફો
  - દવામાં ઉપયોગ કરો

  આ છે તુલસીના ફાયદા


  તુલસીના છોડને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તુલસી એક ઔષધીય છોડ છે, જેનો ઉપયોગ અનેક રોગોની સારવાર માટે થાય છે. તેની ડાળીઓ, પાન અને બીજ બધાનું પોતપોતાનું મહત્વ છે. જો કે તુલસીના છોડની પૂજાનું પૌરાણિક મહત્વ પણ છે, જેના કારણે દેશના મોટાભાગના ઘરોના આંગણામાં તેના છોડ ચોક્કસપણે જોવા મળે છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business idea, Earn Money Tips, Government scheme, Investment tips

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन