Home /News /business /ખૂબ જ ઓછાં રોકાણમાં કરો આ બિઝનેસ, લાખો રુપિયા આવક અને સરકાર આપશે 90% સબસિડી

ખૂબ જ ઓછાં રોકાણમાં કરો આ બિઝનેસ, લાખો રુપિયા આવક અને સરકાર આપશે 90% સબસિડી

આ બિઝનેસ કરવા માટે તમારે ખૂબ જ ઓછી રકમ કાઢવી પડશે, સરકાર તરફથી 90 ટકા સુધીની સબસિડી મળશે.

Low Investment Business: આજના સમયમાં જો યોગ્ય ગણિત સાથે બિઝનેસ શરું કરવામાં આવે તો સફળતાના ચાન્સ ઘણાં વધી જાય છે. કેટલાક એવા બિઝનેસ હોય છે જેમાં તમારે વધારે રોકાણ કરવું પડે છે જ્યારે કેટલાકમાં ખૂબ ઓછાં રોકાણમાં તગડી કમાણીની શક્યતા રહેલી છે. કેટલાક બિઝનેસ માટે તમને સરકાર તરફથી સબસિડી પણ મળે છે. આજે આપણે તેવા જ એક બિઝનેસ વિશે વિગતવાર સમજીશું જેમાં તમને સબસિડી અને તગડી કમાણી બંનેના ચાન્સ છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ આજના સમયમાં દરેક નોકરીયાતને ઈચ્છા હોય છે કે તે થોડી સાઈડ આવક પણ કરે કારણ કે મોંઘવારીના આ સમયમાં એક જ પગારથી પૂરું કરવું ખરેખર અઘરું બની જતું હોય છે. તેવી જ રીતે ખેતી કરતાં કે અન્ય કોઈ નાનો મોટો વ્યવસાય કરતાં લોકો પણ સાથે સાથે જો થોડું અલગથી કમાઈ લે છે તો જીવન સરળ બની જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ એવો બિઝનેસ શરૂ કરવા માગો છો કે જેમાં તમે ઓછું રોકાણ કરીને સારા રુપિયા કમાઈ શકો, તો આજે અમે તમને એવા જ એક બિઝનેસ આઈડિયા વિશે જણાવી રહ્યા છીએ. અમે વાત કરી રહ્યા છીએ બકરી ઉછેરના વ્યવસાયની, આ વ્યવસાયમાં, તમે ખૂબ ઓછા રોકાણમાં ઘરે બેસીને સરળતાથી દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો.

  આ પણ વાંચોઃ Corporate Bonds : શું છે કોર્પોરેટ બોન્ડ્સ, તેમાં કેવી રીતે રોકાણ કરવું?

  પશુપાલનથી તગડી કમાણીના ચાન્સ


  આપણે જાણીએ છીએ કે ભારત એક કૃષિપ્રધાન દેશ છે. અહીંની અર્થવ્યવસ્થા અને આજીવિકામાં પશુપાલન મહત્વનો ભાગ ભજવે છે. દેશના નાના અને સીમાંત ખેડૂતો વધારાની આવક માટે પશુપાલનનો આશરો લે છે. પશુપાલનમાં ગાય-ભેંસની સાથે બકરી ઉછેર પણ સદીઓથી ચાલી આવે છે. આ બિઝનેસની ખાસ વાત એ છે કે તમે તેને ઘરે બેઠા કરી શકો છો, આ માટે તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી.

  સરકારને સબસીડી મળે છે


  બકરી ઉછેરને કોમર્શિયલ બિઝનેસ માનવામાં આવે છે, જે દેશના અર્થતંત્ર અને પોષણમાં ઘણો ફાળો આપે છે. તમને જણાવી દઈએ કે બકરી પાલનના વ્યવસાય માટે કેન્દ્ર સરકાર તરફથી 35 ટકા સબસિડી મળે છે. તેમજ ઘણી રાજ્ય સરકારો પણ આ બિઝનેસ માટે સબસિડી આપે છે. જેમ કે હરિયાણા સરકાર બકરી ઉછેરના વ્યવસાય માટે 90 ટકા સુધીની સબસિડી આપી રહી છે.

  આ પણ વાંચોઃ બજારના સતત ઘટાડા વચ્ચે આ સ્મોલ કેપ સ્ટોકમાં ભડકો, શેર રોકેટ થયા

  તમે બેંકમાંથી લોન પણ લઈ શકો છો


  જો તમારી પાસે આ બિઝનેસ શરૂ કરવા માટે રુપિયા નથી, તો તમે બેંકમાંથી લોન પણ લઈ શકો છો. આ વ્યવસાયની સૌથી સારી બાબત એ છે કે તે ઓછી જગ્યા અને ઓછા ખર્ચમાં કરી શકાય છે. બકરી ફાર્મ એ ગામડાઓની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. બકરી ઉછેરથી દૂધ, ખાતર જેવી અનેક પ્રોડક્ટ મળે છે.

  તમે ઓછા રોકાણમાં તગડી કમાણી શકો છો


  આ વ્યવસાય શરૂ કરીને, તમે ઓછા ખર્ચે સારો નફો મેળવી શકો છો. એક બકરીને આશરે એક ચોરસ મીટર વિસ્તારની જરૂર હોય છે. જો આપણે બકરીના ખોરાકની વાત કરીએ, તો તેના પર અન્ય પ્રાણીઓ કરતાં ઓછો ખર્ચ કરવો પડે છે. સામાન્ય રીતે બકરીને બે કિલો ઘાસચારો અને અડધો કિલો અનાજ આપવું યોગ્ય માનવામાં આવે છે. બકરીના દૂધથી લઈને માંસ સુધી દરેક વસ્તુથી મોટી કમાણી થાય છે. બજારમાં બકરીના દૂધની ખૂબ માંગ છે. બકરીના દૂધનો ઉપયોગ અનેક બ્યુટી પ્રોડક્ટ અને આયુર્વેદિક દવાઓમાં થાય છે. તમે બકરીના દૂધને આવી પ્રોડક્ટ બનાવતી કોઈ કંપની સાથે કોન્ટ્રાક્ટ કરીને પણ સીધું વેચી શકો છો.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business idea, Earn Money Tips, Government scheme, Investment tips

  विज्ञापन
  विज्ञापन