Home /News /business /નિવૃતિ પછી આવી શકે અણધાર્યા ખર્ચા, કટોકટીના સમયે એન્યુઇટી આવી રીતે કરે છે કામ
નિવૃતિ પછી આવી શકે અણધાર્યા ખર્ચા, કટોકટીના સમયે એન્યુઇટી આવી રીતે કરે છે કામ
એન્યુઇટી આવી રીતે કરે છે કામ
અલબત્ત, જો તમને તમારી પાસે નિવૃત્તિ બાદના જીવન માટે પૂરતા પૈસા બચ્યા હોવાનું લાગતું હોય તો પણ અણધાર્યા ખર્ચાઓ આવી શકે અને પ્લાનિંગ ડહોળી શકે છે. આવી સ્થિતિમાં નિવૃતી બાદના જીવનના આયોજનમાં એન્યુઇટી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
નવી દિલ્હીઃ નિવૃત્તિ પછી તમારા ખર્ચને પહોંચી વળવા માટે તમારી પાસે પૂરતા પૈસા રહે તે માટે નિવૃતી પહેલાં પ્લાનિંગ કરવું જરૂરી છે. આ આયોજન તમને તમારા લાંબાગાળાના નાણાંકીય લક્ષ્યો અને તમે તેને કેવી રીતે પ્રાપ્ત કરશો તે વિશે વિચારવામાં મદદ કરે છે.
અલબત્ત, જો તમને તમારી પાસે નિવૃત્તિ બાદના જીવન માટે પૂરતા પૈસા બચ્યા હોવાનું લાગતું હોય તો પણ અણધાર્યા ખર્ચાઓ આવી શકે અને પ્લાનિંગ ડહોળી શકે છે. આવી સ્થિતિમાં નિવૃતી બાદના જીવનના આયોજનમાં એન્યુઇટી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
નાણાંકીય સાક્ષરતા પોર્ટલ પેન્શન સંચય (PFRDA) પર ઉપલબ્ધ માહિતી અનુસાર, વાર્ષિકી એ કોઈને (જેમ કે નાણાંકીય સંસ્થા અથવા વીમાદાતા) સમયાંતરે (માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક, વાર્ષિક) તેમના બાકીના જીવન માટે અથવા ચોક્કસ સમયગાળા માટે ચૂકવવામાં આવતી રકમ છે. આવી વાર્ષિકીનું લક્ષ્ય નિવૃત્તિના જીવનમાં આવકનો સતત પ્રવાહ આપવાનું છે.
સરળ શબ્દોમાં કહીએ તો વાર્ષિકી એ વ્યક્તિ (જેને એન્યુટન્ટ તરીકે ઓળખવામાં આવે છે) અને વીમા કંપની વચ્ચેનો કરાર છે. જેમાં વ્યક્તિ લમ્પસમ રકમની ચુકવણી અથવા કટકે કટકે ચૂકવણી કરે છે. તેના બદલામાં નિયમિત ચુકવણી મેળવે છે.
નિવૃત્તિ માટે વાર્ષિકી ચોક્કસ સમયગાળા માટે આવકનો ખાતરીપૂર્વકનો પ્રવાહ પૂરો પાડતો વિકલ્પ છે. વાર્ષિકી સામાન્ય રીતે વીમા કંપની પાસેથી ખરીદવામાં આવે છે. જેના બદલામાં તેમને ભવિષ્યમાં અમુક ચોક્કસ રકમ મળે છે. એટલે કે નિવૃતિ બાદ તેને કોઈ ચિંતા રહેતી નથી.
જોકે, તેની ખરીદી કરતા પહેલા શરતોને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવી જરૂરી છે, કારણ કે તેમાં ફી કે દંડ અથવા વહેલા ઉપાડવના કે ચુકવણીના માળખામાં ફેરફાર હોઈ શકે છે.
વાર્ષિકી કેવી રીતે કામ કરે છે તે સમજતા પહેલાં વાર્ષિકીમાં કોણ કોણ સામેલ હોય છે એ સમજવું અને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- વીમાકંપની/ એન્યુઈટી પ્રોવાઈડર: રેગ્યુલર પેમેન્ટ કે એન્યુઈટી ચૂકવતી કંપની. સામાન્ય રીતે આ વીમા કંપની હોય છે.
- એન્યુઈટી પેમેન્ટ મેળવનાર વ્યક્તિ.
- નોમિની- નોમિની એટલે એવી વ્યક્તિ કે જે એન્યુટન્ટના નિધન બાદ ફંડ મેળવે છે. નોમિની જીવનસાથી, બાળક, માતા-પિતા હોય શકે છે. એન્યુઈટી પોલિસી ખરીદતી વખતે એન્યુઈટી કરનાર પોતાના નોમિનીને પસંદ કરે છે અથવા નોમિનેટ કરે છે. નોમિની તરીકે એક અથવા વધુ લોકોને નોમિનેટ કરી શકે છે.
પેન્શન સંચય અનુસાર પેન્શન/વાર્ષિકીની રકમને અસર કરતા પરિબળો
પેન્શનના કદને અસર કરશે તેવા પરિબળોને સમજવા માટે આપણે વાર્ષિકી પ્રદાતાની નજરે જોવું પડશે.
વીમાદાતા- વાર્ષિકી પ્રદાતા એન્યુટન્ટના દીર્ધાયુષ્ય સામે દાવ લગાવતા હોય છે. વાર્ષિકી શરૂ થયા પછી પેમેન્ટનો સમયગાળો ઓછો હોય છે. વીમા કંપની /વીમાદાતા માટે સ્થિતિ વધુ સારી છે. કારણ કે અનિશ્ચિતતા અને વધઘટ ઓછી અને ઓછા સમયગાળા માટે રહે છે.
ઉદાહરણ તરીકે, એક એવી દુનિયા છે જ્યાં દરેક વ્યક્તિ 75 વર્ષ સુધી જીવે છે. આ દુનિયામાં 50 વર્ષની વ્યક્તિ એવી વાર્ષિકી ખરીદે છે કે તેને જીવનના અંત સુધી એટલે કે 75 વર્ષ સુધી વાર્ષિકી ચૂકવવામાં આવશે. એ જ રીતે અન્ય એક વ્યક્તિ પણ છે જે 65 વર્ષે વાર્ષિકી લે છે અને તેને 10 વર્ષ માટે પૈસા મળશે.
પ્રથમ કિસ્સો જોઈએ તો વાર્ષિકી પ્રદાતાએ 25 વર્ષ માટે ચૂકવણી કરવા માટે વ્યવસ્થા કરવાની રહેશે; કોઈપણ નાણાંકીય કરાર માટે આ ખૂબ લાંબો સમય છે.
બીજા કિસ્સામાં કંપની માટે ચુકવણીનો સમયગાળો 10 વર્ષનો છે, જે લાંબો સમય છે, પરંતુ તેમ છતાં પ્રથમ કિસ્સાના 25 વર્ષથી ઓછો છે.
વાર્ષિકી યોજનાઓમાં તમારી પ્રવેશ વય વધવાની સાથે ઉપલબ્ધ પેન્શનની રકમમાં વધારો થાય છે. પ્રવેશ વય અને ઉપલબ્ધ પેન્શનની રકમ વચ્ચે સીધો સંબંધ છે - પ્રવેશની ઉંમર જેટલી વધારે છે, તેટલી પેન્શનની રકમ વધારે છે.
પેન્શનને અસર કરતા અન્ય પરિબળો નીચે મુજબ છે:
પસંદ કરેલા પ્લાનમાં ઉમેરવામાં આવેલા ઓપ્શન્સ- બેઝિક પ્લાન સાથે સૌથી વધુ પેન્શનની આવક (વાર્ષિકી) મળે છે, જેમાં માત્ર એન્યુઈટ કરનારને જ આવરી લેવામાં આવે છે.
કોઈ પણ વિકલ્પ જે ઉમેરે છે (જેમ કે છેલ્લે બચી ગયેલા જીવનસાથી અને/અથવા આરઓસીની વાર્ષિકી) પેન્શનની રકમને જ ઘટાડે છે. તે વધારાના ઉમેરાઓ વાર્ષિકી પ્રદાતાની કોસ્ટમાં વધારો કરે છે.
જીવનસાથીની ઉંમર- જો કોઈ વ્યક્તિ જીવનસાથીને પેન્શન ચૂકવવાપાત્ર હોય તેવું યોજના પસંદ કઈ તો પણ જીવનસાથીની ઉંમર વાર્ષિકી દર અને ઉપલબ્ધ પેન્શનને અસર કરશે.
બજારમાં ઉપલબ્ધ વિવિધ વાર્ષિકી યોજનાઓ
વાર્ષિકીના ઘણા પ્રકારો છે. કેટલાક માત્ર વાર્ષિકી લેનાર જીવિત ન થાય ત્યાં સુધી જ ચૂકવવાપાત્ર છે, કેટલાકમાં તેના મૃત્યુ પછી જીવનસાથીને ચૂકવવામાં આવે છે, કેટલાકમાં વર્ષીકી લેનાર અને જીવનસાથીના મૃત્યુ પછી નોમિનીને ચૂકવવામાં આવે છે.
જીવન માટે ચૂકવવાપાત્ર વાર્ષિકી- જ્યાં સુધી તે લેનાર જીવિત ન થાય ત્યાં સુધી આજીવન પેન્શન. તેના મૃત્યુ પછી, હયાત જીવનસાથી/નોમિનીને કોઈ પેન્શન મળતું નથી.
5/10/15/20 વર્ષ અને ત્યાર પછીના જીવન માટે ચૂકવવાપાત્ર વાર્ષિકી- વ્યક્તિ જીવિત હોય ત્યાં સુધી તેને આજીવન પેન્શન. 5/10/15/20 વર્ષની અંદર તેનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં જીવનસાથીને બાકીના સમયગાળા માટે જ વાર્ષિકી મળે છે.
આવા સમયગાળા પછી ખરીદીની કિંમત એટલે કે લમ્પસમ જતું રહે છે. દા.ત. એન્યુટન્ટ 15 વર્ષની યોજના પસંદ કરે છે. જો 10 વર્ષ પછી એન્યુઇટન્ટનું મૃત્યુ થાય છે, તો બચી ગયેલા જીવનસાથીને પેન્શન મળશે. પરંતુ જો 15 વર્ષ પછી તેનું મૃત્યુ થાય, તો બચી ગયેલા જીવનસાથીને કોઈ પેન્શન મળશે નહીં અને ખરીદીની કિંમત ગુમાવશે.
એન્યુઈટીના મૃત્યુ પર ROC (રિટર્ન ઓફ કેપિટલ) સાથે આજીવન ચૂકવવાપાત્ર વાર્ષિકી- તે જીવિત હોય ત્યાં સુધી તેને આજીવન પેન્શન. તેના મૃત્યુ પછી વાર્ષિકી ખરીદવા બદલ લેવામાં આવતી ખરીદીની કિંમત નોમિનીને પરત કરવામાં આવે છે.
વાર્ષિક 3 ટકાના દરે આજીવન ચૂકવવાપાત્ર વાર્ષિકી: આ વિકલ્પમાં વાર્ષિક 3%ના સરળ દરે વાર્ષિક ધોરણે વાર્ષિક પેન્શનમાં વધારો કરવામાં આવે છે. તે વ્યક્તિના મૃત્યુ પછી હયાત જીવનસાથી/નોમિનીને કોઈ પેન્શન મળતું નથી અને ખરીદ કિંમત ગુમાવી દે છે.
વાર્ષિકી લેનારના મૃત્યુ બાદ સાથીને 50 ટકા વાર્ષિકી સાથે આજીવન વાર્ષિકી ચૂકવવાપાત્ર - વાર્ષિકી લેનાર જીવિત હોય ત્યાં સુધી તેને આજીવન પેન્શન. એન્યુઇટન્ટના મૃત્યુ પછી, હયાત જીવનસાથીને 50% પેન્શન મળે છે. જીવનસાથીના મૃત્યુ પછી તેની કિંમત જતી રહે છે. ઉપરાંત, જો સાથીનું મૃત્યુ એન્યુટન્ટ પહેલાં થયું હોય, તો પણ ખરીદીની રકમ જતી રહે છે.
વ્યકિતના મૃત્યુ બાદ સાથીને 100% ચૂકવવાપાત્ર વાર્ષિકી: વ્યક્તિ જીવિત હોય ત્યાં સુધી તેને આજીવન પેન્શન મળે છે. તેના મૃત્યુ બાદ હયાત જીવનસાથીને 100% પેન્શન મળે છે. જીવનસાથીના મૃત્યુ પછી તેની રકમ જતી રહે છે. ઉપરાંત જો પતિ-પત્ની નું મૃત્યુ એન્યુટન્ટ પહેલાં થયું હોય, તો પણ રકમ જતી રહે છે.
બંનેને સંપૂર્ણ પેન્શન મળે અને અંતે રકમ પણ મળી જાય: આ પ્રકારના વિકલ્પમાં વ્યક્તિ જીવંત હોય ત્યાં સુધી તેને આજીવન પેન્શન મળે છે. એન્યુઇટન્ટના મૃત્યુ પછી હયાત જીવનસાથીને 100% પેન્શન મળે છે. જીવનસાથીના મૃત્યુ પછી વાર્ષિકી ખરીદવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી રકમ છેલ્લે બચેલા વ્યક્તિને આપવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર