ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે (Tesla and SpaceX CEO Elon Musk) એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે. પરંતુ આ રેકોર્ડ તેની કિર્તીમાં વધારો નહીં પણ ઘટાડો કરનારો છે. હકીકતમાં એલન મસ્કે પોતાની વ્યક્તિગત સંપત્તિ ગુમાવવાનો નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ (Musk sets Guinness World Record for losing Wealth) બનાવ્યો છે.
ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે (Tesla and SpaceX CEO Elon Musk) એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે. પરંતુ આ રેકોર્ડ તેની કિર્તીમાં વધારો નહીં પણ ઘટાડો કરનારો છે. હકીકતમાં એલન મસ્કે પોતાની વ્યક્તિગત સંપત્તિ ગુમાવવાનો નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ (Musk sets Guinness World Record for losing Wealth) બનાવ્યો છે. પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બર 2021થી અત્યાર સુધીમાં આ બિઝનેસમેને લગભગ 180 અબજ ડોલરનું નુકસાન (Musk lose $180 Billion) કર્યું છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, સંપત્તિનો આ આંકડો અંદાજિત છે, પરંતુ મસ્કનું કુલ નુકસાન 2000માં જાપાની ટેક રોકાણકાર માસાયોશી સન (Japanese tech investor Masayoshi Son) દ્વારા સ્થાપિત 58.6 અબજ ડોલરના અગાઉના રેકોર્ડને વટાવી ગયું છે.
મસ્કે ભલે અગાઉ કોઈ પણ માણસ કરતા વધારે પૈસા ગુમાવ્યા હોય, પરંતુ તે હજી પણ વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે. મસ્કના ટ્વિટર ટેકઓવર અને સંબંધિત વિક્ષેપોને કારણે ટેસ્લાનો સ્ટોક છેલ્લા ત્રણ મહિનાથી મોટાભાગે ફ્રીફોલમાં છે.
ટ્વિટર ટેકઓવરે બગાડી બાજી
મસ્ક ટ્વિટરના તેના ટેકઓવરથી વધારે નુકસાનનો સામનો કરી રહ્યા છે, આ એક એવી ડીલ છે, જેણે શેર પર સૌથી વધુ અસર કરી છે, કારણ કે એવી અટકળો હતી કે તે પૈસા ગુમાવતી સોશિયલ મીડિયા કંપનીને બચાવી રાખવા માટે ટેસ્લાના વધુ શેર વેચી શકે છે અને આ કંપની પરથી તેનું ધ્યાન ભટકી શકે છે. ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપનીનો શેર 2022માં 65%ના નુકસાન સાથે બંધ થયો હતો.
ટેસ્લા માર્કેટમાં વધતા જતા પડકારોનો સામનો કરી રહી છે, જેમાં વધતા જતા ખર્ચ, સ્પર્ધાત્મક જોખમો અને મંદીના કારણે માંગ ઘટવી વગેરેનો સમાવેશ થાય છે. કંપનીને મોટા ઓટોમેકર્સ તરફથી વધતા જતા સ્પર્ધાત્મક ખતરાનો પણ સામનો કરવો પડી રહ્યો છે, જે આગામી કેટલાક વર્ષોમાં ઘણા નવા ઇવી સાથે બજારમાં ઝંપલાવી શકે છે.
વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની ટેસ્લા
સમૃદ્ધિમાં ઘટાડો થયો હોવા છતાં ટેસ્લા વિશ્વની સૌથી મૂલ્યવાન કાર કંપની બની રહી છે, જેની માર્કેટ કેપ તેમની સૌથી નજીકની હરીફ ટોયોટા મોટર કોર્પ, જનરલ મોટર્સ કંપની, સ્ટેલાન્ટિસ એનવી અને ફોર્ડ મોટર કંપનીના સરવાળા કરતાં 100 અબજ ડોલરથી વધારે છે.
માસાયોશી સનના કિસ્સામાં જેની નેટવર્થ ફેબ્રુઆરી 2000માં 78 અબજ ડોલરની ટોચથી ઘટીને તે જ વર્ષે જુલાઈમાં 19.4 અબજ ડોલર થઈ ગઈ હતી, ડોટ-કોમ ક્રેશને કારણે તેના ટેક જૂથ સોફ્ટબેંકનું મૂલ્ય હચમચી ગયું હતું. 2000માં સોફ્ટબેન્કની સ્થિતિ એટલી અસ્થિર હતી કે સનની નેટવર્થમાં કેટલીક વખત એક દિવસમાં 5 અબજ ડોલરનો વધારો થતો હતો.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર