ચૂંટણી પરિણામની અસરથી શેર બજાર ગેલમાં : સેન્સેક્સ 40,000ને પાર

નિષ્ણાતોનું માનવું છે કે નાના રોકાણકારોએ શેર બજારમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ, કારણ કે બજારમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

News18 Gujarati
Updated: May 23, 2019, 10:39 AM IST
ચૂંટણી પરિણામની અસરથી શેર બજાર ગેલમાં : સેન્સેક્સ 40,000ને પાર
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: May 23, 2019, 10:39 AM IST
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના શરૂઆતના વલણમાં એનડીએને બહુમત મળતા જ સેન્સેક્સ-નિફ્ટીમાં શરૂઆતમાં ઉછાળો જોવામાં આવ્યો હતો. ગુરુવારે સેન્સેક્સ 500 અંકના વધારા સાથે 39,633 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 151ના વધારે સાથે 11,889 અંક પર ખુલ્યો હતો. 10 વાગ્યા સુધી સેન્સેક્સમાં 790 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જે બાદમાં સેન્સેક્સે 40 હજારની સપાટી કૂદાવી દીધી હતી. નિષ્ણાતોનું માનવું છે કે નાના રોકાણકારોએ શેર બજારમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ, કારણ કે બજારમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

નિફ્ટી 12 હજાર પાર જઈ શકે :

બજાર નિષ્ણાતોનું કહેવું છે કે જો બીજેપી નેતૃત્વના વડપણ હેઠળના એનડીએ ગઠબંધનને 300થી વધારે બેઠક મળશે તો સેન્સેક્સ 40 હજાર અંકની સપાટી તોડી શકે છે, જ્યારે નિફ્ટી 12 હજારનો આંક વટાવી શકે છે. નોંધનીય છે કે એક દિવસ પહેલા 22મી મેના રોજ સેન્સેક્સ 110 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારોએ બજારથી દૂર રહેવું જોઈએ અથવા બહુ જ સાવધાની રાખીને રોકાણ કરવું જોઈએ.

મોદીના શાસનકાળમાં 14, 889 પોઇન્ટ ઉછળ્યો સેન્સેક્સ :

16મી મે, 2014ના રોજ એટલે કે ચૂંટણી પરિણામના દિવસે સેન્સેક્સ 24,121 પોઈન્ટ પર હતો, હવે મતગણતરીના એક દિવસ પહેલા 22મી મે, 2019ના રોજ સેન્સેક્સ 39,110 પર છે. આ રીતે છેલ્લા પાંચ વર્ષમાં સેન્સેક્સમાં 14,889 પોઈન્ટનો વધારો થયો છે. એક જ વર્ષમાં સેન્સેક્સમાં આશરે ચાર હજાર પોઈન્ટનો વધારો થયો છે.

નાના રોકાણકારોને બજારથી દૂર રહેવાની સલાહ :
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અત્યારસુધી કરવામાં આવેલા એક્ઝિટ પોલ અને વાસ્તવિક પરિણામ અલગ છે. એવામાં નાના રોકાણકારોએ બજારથી દૂર રહેવું જોઈએ. છતાં તમે રોકાણ કરવા માંગો છો તો લાંબા સમય સુધી રોકાણ કરવાના ઈરાદા સાથે રોકાણ કરવું જોઈએ. પરિણામ આવ્યાની સાથે જ બજારમાં જોરદાર ઉત્સાહ જોવા મળી શકે છે. નાના રોકાણકારો માટે બજારમાં સ્થિરતા આવ્યા બાદ જ રોકાણ કરવું સલાહભર્યું રહેશે.
First published: May 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...